Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Social Service’

જનલોકપાલ બિલ આંદોલન ની જીત એટલ જનતાની જીત, સત્યની જીત, આન્ના હજારેની જીત…! ભ્રાષ્ટાચાર સામેના આંદોલન ના મંડાણ..જાગો યુવા જાગો…!!

મારા વાચક મિત્રો,
મેં ઘણા સમયબાદ આજે કલમ ઉપાડી છે,અને ઉપાડવી પડે તેમ છે, કેમકે આ લખાઈ રહ્યું છે ત્યારે આખો દેશ ભ્રાષ્ટ્રાચાર સામેની લડત ના પ્રથમ પાયા સમાન જંગમાં જનતા જનાર્દનની જળહળતી જીત થઈગઈ છે.
આજે અન્ના હજારે સાહેબે યુવા રોજગાર માં લખેલ મારા આગઉના વિચારો અને ફિલોસોફી ને સાબિતી સાથે ફરી એકવાર ગાંધી ચિંદ્યા માર્ગે સત્યાગ્રહ ના બુઠા થતા શસ્ત્રને ધારદાર કરી ને બતાવી દિધું છે કે તે કેટલું આજે પણ ધારદાર છે.
યુવાનો ને પણ શરમાવે તે રીતે ૧૩ દિવસ સુધી અનશન-ધરણા ધરી ને જડ સરકારને નમાવી દિધી. શ્રી બાબા રામદેવજી ના ધરણાં કાર્યક્ર્મને નિષ્ફળ બનાવીને સરકાર ને ફાંકો હતો કે આને પણ એજ રીતે ડરાવી ધમકાવી પોલીસ ની બીક બતાવી ને દબાવી દઈશું.
અને તે પ્રમાણે શરુઆતમાં જ પોલીસ તેમની ધરપકડ કરી પણ ખરી પરંતુ જનતા નો જુવાળ અને રુખ જોઇને સરકાર એક પછી એક હથિયાર હેઠાં મુકવા લાગી..કેમકે અન્ના નો અવાજ જનતાનો આવાજ…જનતાનો આવાજ એજ જનતાનો આવાજ… દરેક હિન્દુસ્તાની નો ગુંજ અને નારો એક જ “મેં અન્ના હું”…આ છે જનતાનો જુસ્સો અને માંગ….સત્ય, સાચી અને વાજબી માંગ, આંદોલન નો ઉદેશ એકદમ વ્યાજબી, આ ભારતમાં ભ્રષ્ટાચાર નષ્ટ નાબુદ થઈ જાય તે માટે ની લડત, છ્તાં સરકાર વિરુદ્ધ્ કરે છે? આ લોકપાલ બિલ નો શરેઆમ વિરુદ્ધ કરી ને જનતા ની બહુમતી ના સામે થવાનું દુંઃસાહશ કરવાનું?! શા માટે?! “-એટલા માટે કે ભાઈ અમે તો ખુદ ભ્રાષ્ટાચારી છીએ અને રહેવાના, માટે જ આમે લોકપાલ બિલ ને પસાર થવા દેતા નથી.” આવું જ લાગે. કેમકે સરકારને તો વિરુદ્ધ કરીને વર્ષોથી આ બિલને આ તે બહાને ટલ્લે જ ચઢાવ્યું છે. કેમેકે તેમને ખબર છે કે જો આ બિલ પસારે થશે તો ખુલ્લે આમ થતા કરપ્શન કરવા માટેની ગતિમાં ક્ંઈક અંશે રોક લાગી જાય. કટકી કરવા મળે નહીં, બિલ પાસ કરી ને કયો રાજકારણી કે નેતા પોતાના જ પગ પર કહુડી મારે?! તે તો બસ પોતાનું જ હિત જોવે ને! પ્રજાનું હિત થોડા જોવાના?! બસ બિલ આજ સુધી વિલંબમાં પડવાનું કારણ જ આ છે. પરંતુ તેમને શું ખબર કે આજે પણ ગાંધી આપણાં દિલમાં વસે છે…તે દિલમાંથી પોકારે છે આ અન્યાય સામે…અને અન્ના હજારે જેવા વિરલાઓ પોકારને બહાર લાવી ને બુલંદ બનાવે છે..,
તેનું ઉત્તમ ઉદાહરણ લાલુ પ્રસાદજી છે, અન્ના હજારેજી ને તેઓ બેવ્ફૂફી ભર્યો સવાલ કરે છે મિડીયા ના દ્વારા કે “કોઈ પણ આદમી અનશન દરમિયાન તેર તેર દિવસો સુધી ખાધા-પીધા વગર આટલી સ્ફૂર્તિમાં કઈ રીતે રહે, તેની ડોકટરો દ્વારા તપાસ કરવી ઘટે!!”
પબિલ્સીટી માટે આવા ગતકડાં કરતાં નેતાને બે જૂતાં મારી ને બતાવું જોઈએ કે આખા દેશની પ્રજા ગાંડી નથી. હજુ પણ આવા લોકોને આક્કલ આવતી નથી કે પ્રજા જેમની સાથે છે તેની સામે હું શું અનાપ-સનાપ બફાટ કરું છું?! જોકે આન્નાજીએ તેનો જડબાતોડ જવાબ આઅપી દીધો રોકડો જ!…પરંતુ,પ્રજા હિત તરફના ખરડાઓ આવા જ લોકો ના લીધે રોકાઈ છે તેવાત તો નક્કી! હવે અન્નાજી એ પોતાની ફરજ બજાવી…જુસ્સો બતાવ્યો, હવે વારો આપણો છે કે બિલ શરતો સાથે જ કોઇ પણ બાંધછોડ વગર સંશદમાં પસાર થાય તે હવે આપણે જુવું રહ્યું, એટલું જ નહીં, પરંતુ બિલ પાસ થયા પછી તેનો ઉપયોગ પણ કરવો જ રહ્યો, તે માત્ર કાગળ પર નો જ કાયદો બની ન રહે તે જોવાની ફરજ આપણી…જયહિંદ…ભ્રાષ્ટાચાર ની લડત ની આ પ્રથમ આઝાદી તમને સૌ ને મુબારક આને અન્ના સાહેબ ને યુવાનો તરફથી સો સો સલામ…ભ્રષ્ટાચાર સામે નું આંદોલણા ચાલુ રાખો…લાંચ-રુશ્વત ન આપી ને કે ન લઈ ને આ લડતને તમે ટેકો આપો…જ્યહિંદ…જ્યભારત!!!

-પ્રવિણ કે.શ્રીમાળી

Read Full Post »

This slideshow requires JavaScript.

મારા વ્હાલા યુવા મિત્રો,
તમારા તરફ થી “યુવારોજગાર” ને ખુબ જ વ્હાલ મળી રહ્યો છે.ઘણાં બધા મિત્રો ના ફોન અને લખ્લૂંટ ઈમેલ આવ્યા કરે છે. પરંતુ સમય ના અભાવે હું નવી પોસ્ટ મૂકી નથી શકતો તેમજ તમને નેટ પર મળી શક્તો નથી તે બદલ દિલગીર છું…કેમેક, અમે સ્કૂલ બનાવવાના નવા સામાજીક કાર્યને પૂરુ કરવામાં પડયા છે. આ ભારત ની પ્રથમ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ હશે કે જેમા એકપણ પૈસાની ફી આપ્યા વગર બાળક ભણી શકે…કચ્છ માં આર્થિક રીતે પછાત વિધાર્થીઓ ને અંગ્રેજીમાં ભણાવવા માટેનૂં અમે બીડું ઝડ્પ્યું છે અને તેમાં તમારો સાથ અને સહકાર જેવો મળીયો છે તેવો જ અમો ને મળતો રહેશે તેવી હું આશા રાખું છું…
પરંતુ હવે આપણે નેટ પર દર સાપ્તાહે મળીશું, દર સાપ્તાહે “યુવારોજગાર” નિયમીત રીતે પ્રગટ થશે અને આ રોજગાર અને સમાજલક્ષી અને ઉચ્ચ વિચારલક્ષી ન્યુઝપેપરની PDF ફાઈલ તમને તમારા ઈ-મેલ પર નિયમીત મળી જશે.આ માટે તમારા ઈ-મેલ આઈદી મોકલી આપો. “યુવારોજગાર” ના દળદાર અંક માં તમારી સ્ટાફ માટે ની ભરતી ની જાહેરાત કે ધંધા-રોજગાર ની જાહેરાત મને ઝડપથી મોકલો. તે માટે વાંચવા માટે અહી કલિક કરોઃ

મારા વ્હાલા નૌકરીવાંચ્છું ઉમેદવારો તમે જે-તે પોસ્ટ ની કોમેન્ટ ની અંદર તમારા બાયોડેટા પ્લીઝ પેસ્ટ ન કરો, પરંતુ તે મને આ મારા ઈ-મેલ આઈડી પર મોકલી આપોઃ yuarojagar@in.com

આ અંક માટે ના તમારા લેખ કે જે યુવાનો ને પ્રેરણા અને ઉચ્ચવિચાર આપી શકે તેવા હોય તો અમને મોકલો. લેખ અને જાહેરાત મારા ઈમેલ પર મોકલો premshrimali47@gmail.com

ઘણા મિત્રો યુવારોજગાર ના વાર્ષિક લવાજમ વિશે વારંવાર પૂછતાં હોય છે તે બાબતે જણાવવાનું કે “યુવારોજગાર” નું વાર્ષિક લવાજમ રુ ૨૦૦/- છે. તેમાં સૌ પ્રથમ તમને અમે પિડીએફ ફાઈલ દ્વારા તમાર ઇમેલ પર અંક મોકલીશું. આ લવાજમ ની સ્કીમ ફકત પંદર દિવસ માટે જ છે ત્યારબાદ લવાજમ રુ.૩૦૦/- થઈ જશે. તેથી તે માટે નો ચેક કે ડીડી મને ઝડપ મોકલી આપો.ચેક કે ડીડી Editor-yuvarojagar ના નામે મોકલશો.આ માટેની વધુ માહિતી માટે તમે મને SMS or e-mail કરો કે ફોન કરો…ચેક કે ડીડી નીચેના સરનામું હું તમને મોકલી આપીશ.
ઘણા મિત્રો યુવારોજગાર ના વાર્ષિક લવાજમ વિશે વારંવાર પૂછતાં હોય છે તે બાબતે જણાવવાનું કે યુવારોજગાર” નું વાર્ષિક લવાજમ રુ ૨૦૦/- છે. તેમાં સૌ પ્રથમ તમને અમે પિડીએફ ફાઈલ દ્વારા તમાર ઇમેલ પર અંક મોકલીશું. આ લવાજમ ની સ્કીમ ફકત પંદર દિવસ માટે જ છે ત્યારબાદ લવાજમ રુ.૩૦૦/- થઈ જશે. તેથી તે માટે નો ચેક કે ડીડી મને ઝડપ મોકલી આપો.ચેક કે ડીડી Editor-yuvarojagar ના નામે મોકલશો.આ માટેની વધુ માહિતી માટે તમે મને SMS or e-mail કરો કે ફોન કરો…ચેક કે ડીડી નીચેના સરનામું હું તમને મોકલી આપીશ.

હું આશા રાખુંછું જેવો સાથ અને સહકાર મળ્યો છે તેવો મળ્તો રહેશે…એકવાતની નોંધ લેશો કે  “યુવારોજગાર” ના વેબ બ્લોગ પર અમૂક જ જાહેરાતો મૂકી શકાય છે, જ્યારે અંક માં તમને નૌકરીથી લઈને અભ્યાસ, કેરિયર, એડમિશન, કોલેજ કોર્નર, ચર્હઅ, યુવામંચ, વિગેરેનો વિશાળ ખજાનો મળશે.

મારે તમારા જેવા યુવા મિત્રો ની મારા”યુવારોજગાર” માટે ખુબ જ જરુર છે, શું તમે તેમાં જોડાવા ઈચ્છતા હોય અને તમારા ઍરિયામાં રહી ને જ જો સાહિત્ય, રોજગાર, શિક્ષણ, અને સમાજ કાર્ય જેવી પ્રવ્રુત્તિ કરવા ઇચ્છતા હોય તો પ્લીઝ મને રિપ્લે આપો અથવા કોલ કરો….મને ફ્રી કોલ કે SMS  કરવા માટે અહીં કલિક કરો યુવારોજગાર”

મારે તમારા જેવા યુવા મિત્રો ની મારા”યુવારોજગાર” માટે ખુબ જ જરુર છે, શું તમે તેમાં જોડાવા ઈચ્છતા હોય અને તમારા ઍરિયામાં રહી ને જ જો સાહિત્ય, રોજગાર, શિક્ષણ, અને સમાજ કાર્ય જેવી પ્રવ્રુત્તિ કરવા ઇચ્છતા હોય તો પ્લીઝ મને રિપ્લે આપો અથવા ફ્રી કોલ કે SMS  કરવા માટે અહીં કલિક કરો યુવારોજગાર”


Read Full Post »

%d bloggers like this: