Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Poems’

Copy of KA2_039

હે હજાર હાથવાળા,
તે બે હાથવાળા સાથે હાથ મીલાવી દીધા કે શું ?!

-કેમકે,
તે આપેલું વચન “જયારે-જયારે ધર્મની ગ્લાનિ થશે
ત્યારે-ત્યારે અધર્મ ના નાશ માટે હું જન્મ ધારણ કરીશ… તે ભૂલ્યો કે શું ?

તું કયાં ગર્ભમાં છુપાયો છે ?

-કે પછી,
તારું વચન ‘જાડી ચામડી ‘ વાળાઓએ આપેલ વચનો ની જેમ ઠાલું વચન બનશે ?

કેમકે,
‘જાડી ચામડી’ વાળાઓની સાથે સાંઠગાંઠ રાખનારાઓ હંમેશા “જડ” બની જાય છે!!

-પ્રવિણ કે.શ્રીમાળી

(મારું આ કાવ્ય “હિન્દુ મિલન મંદિર ” માં જુન-૨૦૦૪ ના અંક માં છપાયેલ)

કાવ્યો

Read Full Post »

યુવા

sideImg_govRelinerviwe

યુવા

પ્રસરાવી છે મેં પાંખો ને,
ઉડાન ભરી છે મોટી

થયો અહેસાસ ‘યુવા’ હોવાનો,
લાગણી થઈ છે મોટી

લાગે છે જાણે,’સારાં જહાં અબ મેરા’
વિશાળ આકાશ જેવી,હવે તમન્ના થઈ છે મોટી

અશ્કય ને બનાવવું છે શકય હવે,
હર મોડ પર એક મુશ્કેલીને જીતવી છે મોટી

દરિયાઈ લહેરોને જીતવી છે ચટાન બની,
પડકારોને અમે પડકારીશું, હવે તાકાત છે મોટી

હોય દ્રઢ સંકલ્પ ને દ્રઢ મનોબળ,
‘પ્રવિણ’ લાગે એમ કે આપણે દુનિયા જીતી છે મોટી

– પ્રવિણ કે.શ્રીમાળી

(મારું આ કાવ્ય “હિન્દુ મિલન મંદિર ” માં જુન-૨૦૦૪ ના અંક માં છપાયેલ)

Read Full Post »


ચોથો વાંદરો

હવે એક ચોથો વાંદરો ઉમેરાયો છે
– તે ખરું ખોટું એક કાને થી સાંભળે ને બીજા કાને થી કાઢે છે
– તે ખરું ખોટું આંખો ફાડીને જુએ છે, તે બસ આંખો ફાડી ને જોતો જ રહે છે
ખરું ખોટું બોલવાનો તેનો વારો કદી આવતો જ નથી
– હા કદીક પાંચ વર્ષે એકદ વાર ચૂંટણીના ઢંઢેરાઓમાં,
કોક નાં નામના નારાઓ લગાવે છે…
… અને ચોકડી મારવાના ટાણે તેનું મોં,
– થોડા રુંપિયાની થોકડીઓ થી…
– દેશી દારુની થેલીએ…
– ભજીયાનાં પડીકે…
બંધ કરી દેવામાં આવે છે

ચોથા વાંદરા ને જોઈ, પેલાં ત્રણ ‘પશુ’ વાંદરાંઓ હશે છે

એક વાત કાનમાં કહું, કોઈ ને કહેતાં નહી !!

– આ ચોથો વાંદરો તે… ‘પ્રજા’!!!
– પ્રવિણ કે. શ્રીમાળી

Read Full Post »

ચાલ આપણે એકડો ઘૂંટીઍ

ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ

રગદોળાયા છીએ જે ધૂળમાં
આજે તે માટી ની મહેંક ને ઘૂંટીએ

આંબલી-પીપળી રમતાં’તા સીમમાં
તે આંબલી ના ખટ્ટામીઠાં રસને ઘૂંટીએ

આગળ છે ઘણાં ચઢાવ ઉતાર
ભણતર – ગણતર સાથે અનુભવ ને ઘૂંટીએ

ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ

– પ્રવિણ કે.શ્રીમાળી

(મારું આ કાવ્ય “સબળા શિક્ષણ” ના જુન-૨૦૦૫ નાં અંક માં છપાયેલ છે)

Read Full Post »