Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘TV Reality Show’

Inauguration Of Asia’s Largest First Solar Farm in Gujarat at Banaskantha, ગુજરાતના વિકાસમાં ઔર એક મોરપિંચ્છ ઉમેરાયું
Inauguration Of Asia’s Largest First Solar Farm by the Hon’ble Chif Minister of Gujarat Shri Narendra Modi at Gunthawada Dist Banaskantha 14 Oct 2011
એશિયાના સૌથી મોટા અને સૌ પ્રથમવાર સૌર ઉર્જા દ્વારા વિજળીનું ઉત્પાદન કરવાનો શ્રેય ગુજરાતના ફાળે. અને આ સિધ્ધી માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના કારણે છે. આજે આપણે સમાચારોમાં જોઈએ જ છીએ કે હાલ માં મહારાષ્ટ્રમાં કોલસાની અછતના લીધે કેવી વીજ કટોકટી ઊભી થઈ છે? તેમાં શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીએ પોતાની મેઘાવી આને દીર્ઘ દ્રષ્ટ્રીનો ઔર એક પરચો આપ્યો છે. આ વિટંબના અને કટોકટી ગુજરાતમાં ભવિષ્યમાં ઊભી ના થાય તે માટે તેમને દીર્ઘ દ્રષ્ટ્રી વાપરીને ગુજરાતને આ ભવિષ્યમાં ઊભી થનાર કટોકટી ની સ્થિતીમાંથી ઉગારી લીધું છે.
Moserbaer કંપની દ્રારા નિર્મીત સૌ પ્રથમવાર ૩૦મેઘા વૉટ પાવર પ્લાન્ટનું ઉધ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તારીખઃ ૧૪/૧૦/૨૦૧૧ ના રોજ ગુંઠાવાડા ગામે, જિલ્લોઃ બનાસકાંઠા મુકામે થયું. જેની નોંધ માત્ર ગુજરાતી ટીવી9 ચેનલે લીધી. ઐતાહાસિક સીમા ચિહ્ન જેવા આવા ગૌરવશાળી પ્રસંગની કોઈ ચેનલ કે અખબારે નોંધ શુધ્ધા ના લીધી તે એક આચ્ચર્યની અને અચરજ ભરી વાત કહેવાય?!! કેમ આવું? એટલા માટે કે આ ગૌરવ ગુજરાતના ફાળે ગયું છે તેથી?

૩૦મેઘા વૉટ ના આ પાવર પ્લાન્ટ થી ૫૦૦૦૦ ઘરો ને વિજળી ઉપ્લબ્ધ થશે. થર્મલ પાવર થી આટલી વિજળી ઉત્પન્ન કરતા જે ૫૦૦૦૦ ટન કાર્બન ઉત્પન્ન થાત તેમાં થી મુકિતી. અને ગ્રીન સોલારનો આ સફળતાપુર્વક સુર્યના કિરણોમાંથી વિજળીથી લાખો ચહેરા પર ખુશીઓ અને અનેક ઘરો વિજળીની રોશનીથી જળહળી ઉઠશે. ગુજરાત ગોબરગેસ થી બાયોગેસ ઉત્પન્ન કરવામાં એશિયાનો પ્રથમ પ્લાન્ટ માત્ર ગુજરાતના કાકોશી નજીક મેથાણ ગામે આવેલ છે. અને આવી જ બીજી સિધ્ધી પણ ગુજરાત ના ફાળે જાય છે. અને આવા ઘણાં સોલારપ્લાન્ટો ગુજરાતમાં ચારણકા (વારાહી) 500MW, ઉપલેટા-ઉડું 135MW, પોરબંદર45MW, વીરમગામ30MW, ડીસા નજીકા ખીમત 30MW માં હાલમાં કામ ચાલું જ છે. તેનાથી હજારો લોકોને રોજગારી મળશે. અને ગ્રીન એન્ર્જી મળશે.મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તો કહ્યું જ છે કે ગુજરાત વિશ્વમાં સોલાર હબ બનશે. અને ગુજરાત સોલાર દ્વારા 5000મેઘા વૉટ વિજળી ઉત્પન્ન કરવાનું ટારગેટ રાખેલ છે.

Read Full Post »

જનલોકપાલ બિલ આંદોલન ની જીત એટલ જનતાની જીત, સત્યની જીત, આન્ના હજારેની જીત…! ભ્રાષ્ટાચાર સામેના આંદોલન ના મંડાણ..જાગો યુવા જાગો…!!

મારા વાચક મિત્રો,
મેં ઘણા સમયબાદ આજે કલમ ઉપાડી છે,અને ઉપાડવી પડે તેમ છે, કેમકે આ લખાઈ રહ્યું છે ત્યારે આખો દેશ ભ્રાષ્ટ્રાચાર સામેની લડત ના પ્રથમ પાયા સમાન જંગમાં જનતા જનાર્દનની જળહળતી જીત થઈગઈ છે.
આજે અન્ના હજારે સાહેબે યુવા રોજગાર માં લખેલ મારા આગઉના વિચારો અને ફિલોસોફી ને સાબિતી સાથે ફરી એકવાર ગાંધી ચિંદ્યા માર્ગે સત્યાગ્રહ ના બુઠા થતા શસ્ત્રને ધારદાર કરી ને બતાવી દિધું છે કે તે કેટલું આજે પણ ધારદાર છે.
યુવાનો ને પણ શરમાવે તે રીતે ૧૩ દિવસ સુધી અનશન-ધરણા ધરી ને જડ સરકારને નમાવી દિધી. શ્રી બાબા રામદેવજી ના ધરણાં કાર્યક્ર્મને નિષ્ફળ બનાવીને સરકાર ને ફાંકો હતો કે આને પણ એજ રીતે ડરાવી ધમકાવી પોલીસ ની બીક બતાવી ને દબાવી દઈશું.
અને તે પ્રમાણે શરુઆતમાં જ પોલીસ તેમની ધરપકડ કરી પણ ખરી પરંતુ જનતા નો જુવાળ અને રુખ જોઇને સરકાર એક પછી એક હથિયાર હેઠાં મુકવા લાગી..કેમકે અન્ના નો અવાજ જનતાનો આવાજ…જનતાનો આવાજ એજ જનતાનો આવાજ… દરેક હિન્દુસ્તાની નો ગુંજ અને નારો એક જ “મેં અન્ના હું”…આ છે જનતાનો જુસ્સો અને માંગ….સત્ય, સાચી અને વાજબી માંગ, આંદોલન નો ઉદેશ એકદમ વ્યાજબી, આ ભારતમાં ભ્રષ્ટાચાર નષ્ટ નાબુદ થઈ જાય તે માટે ની લડત, છ્તાં સરકાર વિરુદ્ધ્ કરે છે? આ લોકપાલ બિલ નો શરેઆમ વિરુદ્ધ કરી ને જનતા ની બહુમતી ના સામે થવાનું દુંઃસાહશ કરવાનું?! શા માટે?! “-એટલા માટે કે ભાઈ અમે તો ખુદ ભ્રાષ્ટાચારી છીએ અને રહેવાના, માટે જ આમે લોકપાલ બિલ ને પસાર થવા દેતા નથી.” આવું જ લાગે. કેમકે સરકારને તો વિરુદ્ધ કરીને વર્ષોથી આ બિલને આ તે બહાને ટલ્લે જ ચઢાવ્યું છે. કેમેકે તેમને ખબર છે કે જો આ બિલ પસારે થશે તો ખુલ્લે આમ થતા કરપ્શન કરવા માટેની ગતિમાં ક્ંઈક અંશે રોક લાગી જાય. કટકી કરવા મળે નહીં, બિલ પાસ કરી ને કયો રાજકારણી કે નેતા પોતાના જ પગ પર કહુડી મારે?! તે તો બસ પોતાનું જ હિત જોવે ને! પ્રજાનું હિત થોડા જોવાના?! બસ બિલ આજ સુધી વિલંબમાં પડવાનું કારણ જ આ છે. પરંતુ તેમને શું ખબર કે આજે પણ ગાંધી આપણાં દિલમાં વસે છે…તે દિલમાંથી પોકારે છે આ અન્યાય સામે…અને અન્ના હજારે જેવા વિરલાઓ પોકારને બહાર લાવી ને બુલંદ બનાવે છે..,
તેનું ઉત્તમ ઉદાહરણ લાલુ પ્રસાદજી છે, અન્ના હજારેજી ને તેઓ બેવ્ફૂફી ભર્યો સવાલ કરે છે મિડીયા ના દ્વારા કે “કોઈ પણ આદમી અનશન દરમિયાન તેર તેર દિવસો સુધી ખાધા-પીધા વગર આટલી સ્ફૂર્તિમાં કઈ રીતે રહે, તેની ડોકટરો દ્વારા તપાસ કરવી ઘટે!!”
પબિલ્સીટી માટે આવા ગતકડાં કરતાં નેતાને બે જૂતાં મારી ને બતાવું જોઈએ કે આખા દેશની પ્રજા ગાંડી નથી. હજુ પણ આવા લોકોને આક્કલ આવતી નથી કે પ્રજા જેમની સાથે છે તેની સામે હું શું અનાપ-સનાપ બફાટ કરું છું?! જોકે આન્નાજીએ તેનો જડબાતોડ જવાબ આઅપી દીધો રોકડો જ!…પરંતુ,પ્રજા હિત તરફના ખરડાઓ આવા જ લોકો ના લીધે રોકાઈ છે તેવાત તો નક્કી! હવે અન્નાજી એ પોતાની ફરજ બજાવી…જુસ્સો બતાવ્યો, હવે વારો આપણો છે કે બિલ શરતો સાથે જ કોઇ પણ બાંધછોડ વગર સંશદમાં પસાર થાય તે હવે આપણે જુવું રહ્યું, એટલું જ નહીં, પરંતુ બિલ પાસ થયા પછી તેનો ઉપયોગ પણ કરવો જ રહ્યો, તે માત્ર કાગળ પર નો જ કાયદો બની ન રહે તે જોવાની ફરજ આપણી…જયહિંદ…ભ્રાષ્ટાચાર ની લડત ની આ પ્રથમ આઝાદી તમને સૌ ને મુબારક આને અન્ના સાહેબ ને યુવાનો તરફથી સો સો સલામ…ભ્રષ્ટાચાર સામે નું આંદોલણા ચાલુ રાખો…લાંચ-રુશ્વત ન આપી ને કે ન લઈ ને આ લડતને તમે ટેકો આપો…જ્યહિંદ…જ્યભારત!!!

-પ્રવિણ કે.શ્રીમાળી

Read Full Post »

ન્યુઝ માં એડવર્ટાઈઝ, સિરીયલના કથાવસ્તુમાં પણ એડવર્ટાઈઝ!…દર્શકો પર જાહેરાતોનો મારો!!…દેખે તો કયાં દેખે!!..

આજે તા. ૦૯.૧૦.૦૯ ના રોજ સવારમાં જ ગુજરાતી ટીવી ૯ ન્યુઝ ચેનલ પર સમાચાર તરીકે સોના સેન્ડવીચ નામની નવી ખુલ્લેલી એક ખુમચા લારીને, સમાચાર તરીકે ખપાવીને જાહેરાત દર્શકો પર ઝીંકી દીધી. અને તેમાં જ પાંચ-સાત મિનિટ વેસ્ટ કરી. આ પાંચ-સાત મિનિટમાં ટીવી ન્યુઝ ચેનલ ધારત તો અન્ય કેટલાંક સમાચાર કે જે સંક્ષિપ્તમાં આપે છે, તે પૂરા બતાવી શકી હોત!!.. (ટીવી ૯ ને તે જાહેરાતને સમાચાર બનાવીને રજૂ કરવાના તેને કેટલાં મળ્યાં તે તો તે જ જાણે!!) આ એક સેન્ડવીચ રૂ.૫૦૦ ની છે (શોકીંગ સમાચાર જ કહેવાય?!) પણ તેને સમાચારમાં ખપાવીને લોકો સુધી પહોંચડાવા માટે પાંચથી સાત મિનિટ આપવી અને બીજા સમાચારોને ન્યાય નહીં આપી તેને અવગણવા તે બાબત વધારે પડતી અને દર્શકોની નવા સમાચારની અપેક્ષામાં એક જ બાબત ઝીંકે રાખવી કેટલી હદે વ્યાજબી?! ટીવી ૯ ગુજરાતી ન્યુઝ ચેનલમાં ૨૪ કલાક સમાચાર પીરસ્તી એકમાત્ર નં.૧ ચેનલ છે. તેના આ નં.૧ ને આવા સમાચાર આપીને શું તે જાળવી રાખશે?! આપણે અન્ય હિન્દી ન્યુઝ ચેનલો તો જોઈએ જ છીએ કે તેમાં એક ના એક ન્યુઝ ચીંઈગ્મની જેમ ચાવી ચાવીને, એક ની એક વાત આખા દિવસ દરમિયાન રીપીટ કર કર કરતાં હોય છે, ઘણી વાર સમાચાર ન મળતાં સિરિયલો ને જ બ્રેકીંગ ન્યુઝ તરીકે ખપાવીને ઠોકી દે છે (તેમને દર્શકોના દિમાગનું દહીં કરવામાં મજા આવતી લાગે છે!!..) આખરે થાકીને, માથું ચઢી જાયતો રિમોંટ નો ઉપયોગ કરીને ચેનલ બદલવી પડે. બીજુ આપણાંથી થાય પણ શું?!..

-અને જો તમે રિમોંટથી ચેનલ બદલાવી નાંખી અને સીઆઈડી(મારી ફેવરીટ) સિરીયલ જોવા સોની પર જાવ અને ત્યાં તેના રહસ્યના તાણાં-વાણાં જોવાની લાલચમાં ડુપ્લીકેટ સીડી બનાવતા તત્વોનો પર્દાફાસ કરતો હપ્તો જુઓ અને તે કથાવસ્તુમાં જ તમને ‘વૉન્ટેડ’ ફિલ્મ ની તે બહાને જાહેરાત ઠોકી દીધાનો અહેસાસ સિરિયલ પૂરી થતાં પાછળથી રહીને થશે.(વૉટ એન આઈડીયા સરજી!!) સંવાદોમાં પણ નવી સિરીયલો જે આવવાની છે તે આ સીઆઈડી ના ઈન્સપેક્ટરો તેના નામ બોલીને સાહજિક રીતે જાહેરાત કરી દે છે.(આ માટે સોની એન્ટરટેઈન્ટમેન્ટને દાદ આપવી પડે!)

-આમ તો હવે એકંદરે એવું થઈ ગયું છે કે સિરીયલના વચ્ચે જાહેરાત નહીં,પરંતુ જાહેરાતના વચ્ચે સિરિયલ આવે છે!!..તેમાં વળી આ નવો આઈડીયા કહો કે નવું ગતકડું, પણ દર્શકો નો ભેજા ફ્રાય મગજનું દહીં થવાનું તે નક્કી!!..

Read Full Post »

‘પતિ, પત્ની ઔર વૉ, વૉ બોલેતો છોટા બચ્ચાં!..TV Reality Show કે બચપણ પર દમન!!

હમણાં ઈન્ડિયા ટીવી ઈમેજીંગ પર ‘પતિ, પત્ની ઔર વો’ નામનો રિયાલીટિ શો ના નામે ઈન્ડિયા ટીવીએ તેની ઈમેજ પ્રમાણેનું ઔર એક ગતકડું માત્ર ને માત્ર ટીઆરપી વધારવા માટે ચાલુ કર્યો છે. આ રિયાલીટી શૉ નું ટાઈટલ નામ જોઈને રખેને માનતા કે ‘વૉ’ એટલે પત્ની ની શૌક્ય કે સૌતન! નહીં, મિત્રો ‘વૉ’ એટલે ‘બાળક’! અને તે પન શૉ માટે ભાડે લાવવામાં આવેલ! બિચારા નિર્દોષ બાળકનો આમાં શું દોષ ?!

આ શો શું કહેવા માંગે છે?! ચાલો સમજીએ કે ‘સચ કા સામના’ વ્યકિતને સાચું બોલાવીને કદી ન ખુલ્યાં હોય તેવા અંગત જિંદગીના પ્રકરણો ખોલે છે, ‘ખતરો કે ખિલાડી’ હિંમત, સાહસ અને શોર્ય જે છુપાયેલ છે તે બહાર લાવે છે, ખુબ જ સુંદર અને ટેણીયા એન્કર દ્રારા સંચાલન થતો અને નાનકડાં સૂરનાં નવા – નવા સ્ટાર હીરા શોધીને સીંગરો આપનાર ઝી ટીવી નો ‘ લિટલ ચેપ્સ’ આ બધા જ સૌને ગમે અને પૂરેપૂરૂ મનોરંજન પિરસ્તાં રિયાલીટી શૉ છે. રિયલ રિયાલીટી શૉ! પણ આ ઈન્ડિયા ટીવી આ શૉ દ્વારા શું મનોરંજન પિરસ્વા માંગે છે તે કંઈ ખબર પડતી નથી. ‘સ્વંયવર’ માં તો જાણે સમજ્યાં કે ભાઈ રાખીબેન(આપણાં મિત્ર માર્કડ દવે સાહેબ તો રાખી સાંવત માટે વિશેષ વિશેષણ વાપર્યું છે ‘બિલાડીના બળેલાં મોંઢા વાળી’) ને મૂરતિયો શોધવો હતો.પરંતુ આ શૉ માત્ર ને માત્ર એમ બતાવવા જઈ રહ્યો છે કે કંઈ રીતે આ શેલિબ્રેટિઓ બાળકને સંભાળે છે! અરે, ભાઈ આ બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવું છે. આઈલા, આ તો માતા બનવા માટે અને બાળકની સંભાળ રાખવા માટેની ટ્રેનિંગ આપતો શૉ! (આ શૉ જોઈ કદાચ લોકો ‘માતા બનવા અને બાળકની સંભાળ માટેના ટ્રેનિંગ’ સેન્ટર ઊભાં કરીને નવો ધંધો ચાલુ કરે તો નવાઈ નહીં!) દુનિયામાં કંઈ સ્ત્રી છે કે માતા બનવા માટે તેને ટ્રેનિંગ લેવી પડે?!

ખેર, ઈન્ડિયા ટીવી આવા ગતકડાં સિવાય નોંધનીય (સિવાય કે શકિત કપૂરનું સ્ટીંગ ઓપ્રેશન)કંઈ અત્યાર સુધીમાં ઊકાળ્યું નથી. પરંતુ આ શૉ માં આ બધી વાતોથી બેખબર નિર્દોષ નાનકડાં બાળકોને સૌથી વધુ ભોગવવાનું છે. કેમકે સૌ પ્રથમ જ (આ શૉના મારે પણ કમને જોવા પડયાં આ લેખ લખવા માટે, અને હૈયુ રડી પડયું)જે બાળક રાખી સાંવંતને આપવામાં આવ્યું (આમાં રાખી ને પ્રેગનેટ થતી દર્શાવી છે, બોલો લગ્નના એક જ મહિનામાં નવ મહિનાની પ્રેગ્ન્નસી!!)તે બાળક જયહિંદ એટલો રડતો હતો કે ન પૂછો વાત અને છતાં રાખી આ રડતાં બાળકના મોંઢામાં ચમચીથી વારંવાર દૂધ અને કંઈક પરાણે નાંખવાનો વારંવાર પ્રયત્ન કરતી હતી, તે જોઈને હું તો દંગ થઈ જ ગયો પણ તે બાળકના માતા-પિતા પણ વ્યથિત થઈ ને રડી પડયાં, તેમને તેમની ભૂલ સમજાતાં બાળકને લઈ ગયાં!

લગ્ન કરીને સંતાન પેદા કરવા તેની સારસંભાળ લેવી તે એક રૂટિન વર્ક છે, તેમાં ટ્રેનિંગ કે કોમ્પીટેશન રાખવી અને કોણ બાળકને અને તે પણ પંડ પીડાથી પેદા કરેલાં નહીં પણ અન્ય માતાપિતાના સંતાનને લોકો ને મનોરંજન પૂરૂ પાડવા માટે થઈને ભાડે લઈને પ્રદર્શન કરવું, તે પણ એવા બાળક કે જેને તેની મરજી-નામરજી જણાવી શકે તેમ નથી, તે એક અત્યાચાર અને અમાનૂષી કૃત્ય છે, અત્યાચાર છે! બાળકના રુંદનમાંથી પાશવી આનંદ મેળવવાનો?! બાળક નો જન્મ થાય ત્યારથી જ તે તેના લોહીનો સંબંધ ધરાવતા માતા-પિતાને સ્પર્સથી કે આવાજથી ઓળખતો થઈ જાય છે, માતા ના હાથને અને પારકાં ના હાથને સારી રીતે ઓળખવાની તેનામાં જન્મજાત કુદરતી શકિત હોય છે તે આપણે સૌ (અને આ પૈસા માટે થઈને બાળકો આપનારા) સારી રીતે વાકેફ છીએ. બાળક ભગવાનનું સ્વરૂપ છે અને તેની બાળ લીલા ની એક એક પળ અને ક્ષણ અવિસ્મરણીય અને કૌતુક જન્માવનારી કે આનંદ આપનારી હોય છે. માટે જ શ્રીકૃષ્ણ ભગવાનને પણ સૌથી તેમનું પ્રિય સ્વરૂપ બાળ લીલા જ હતી! જે આ બાળ લીલા નૈસર્ગિક રીતે રોજિંદી ક્રિયાઓમાં બાળક તેના માતા-પિતાની સાથે રહીને તેના ઘરમાં કરે અને ૨૪કલાક મંડારાયેલા ટીવી ના કેમેરા આગળ અને તે પણ પોતાના અસલી માતા-પિતા વગર થોડીવાર માટે બની બેઠેલાં અજાણ્યાં વ્યકિતઓ સાથે જે બાળલીલા(બાલલીલા નહીં પરંતુ બાળકના નિસાસા અને આંક્ર્દ જ જોવા મળે છે) કરે તેમા જમીન – આસમાન નો ફરક?!

-અને મને જેની આશંકા હતી તે વાત સાચી પડી NCPCR( The National Commission for Protection of Child Rights)એ -બાળ સંરક્ષણ ખાતાંએ આ શૉ ને સીધી બંધ કરવાની અને કાં તો જવાબ આપવાની નૉટીશ ફટકારી છે. આ એક બાળકો પર અત્યાચાર અને દમન જ કહેવાય! તેના બાળપણ ને સરેઆમ તેના પર કલાકો સુધી ટીવીના કેમેરા રાખીને – પારકાં સાથે રાખીને, તેના માતા-પિતાથી કલાકો સુધી દૂર રાખીને, હજુ તો પાંગરતાં ફૂલ જેવા બાળપણ ને કચડી રહ્યાં છીએ!! તેમાં આ ઈન્ડિયા ટિવી ઈમેજીંગ જેટલાં જવાબદાર છે તેટલાં તે બાળકને આપનાર માતા-પિતાઓ, આ રિયાલિટી શૉ માં ભાગ લેનાર કન્સેપ્ટશનો અને આપણે મૂક બનીને આ તમાશો જોનારા એવાં દર્શકો -આ બધા જવાબદાર છીએ.

તેથી આપણી પણ એક દર્શક ફરજ છે કે આવાં ગતાકડાં અને મનોરંજન નિર્દોષ બાળકના બાળપણ ના ભોગે(માતા-પિતાની મરજી, પણ બાળકની!)તો ન ચલાવવા દો. તેનો પૂરજોશમાં વિરુદ્ધ કરો. આ શૉ માં ભાગ લેનારા રાખી સાવંત જેવા તો બાળક ન રહેતાં ખુલ્લેઆમ બોલે છે કે’મેરે કો બચ્ચા દિયા હૈ કે બંદર!’બાળક ટોઈલેટ કરે કે પેશાબ કરે તો સૂગ ચઢાવીને તેના કપડાં બદલવામાં આવે છે. તો પણ આપણાં પેટનું પાણી ન ડગે અને હજુ પણ આટલું ટીવી ના પડદે દેખાય છે બાકી પડદા પાછળ તે બાળકનું શું થતું હશે તે તો રામ હી જાણે?! બાળક ટોઈલેટ કરે કે પેશાબ કરે તો સૂગ ચઢાવીને તેના કપડાં બદલવામાં આવે છે. આ ભાગ લેનારા રાખી સાંવત જેવાને મારી તો ખુલ્લી સલાહ અને ઈન્ડિયા ટીવી ને ચેલેન્જ છે કે તમે રાખી અસલમાં પોતાના અંગત જીવનમાં પ્રેગ્નેટ બને ત્યારથી લઈને તેને ડિલેવરી થાય તે અને તે પોતાના બાળકને મોટો કરે ત્યાં સુધી તેનો રિયલ લાઈવ પ્રસારણ કરો તો ખરા! અને કદાચ તમારી ટીવી નો તો જ ટીઆરપી વધે પણ ખરો!(આવા શો AXN અને ડિસ્કવરિ પર બતાવવામાં આવે જ છે ને!) બાકી રાખીબેન અને બીજા ભાગ લેનારાઓને તો એટલું જ કહેવાનું કે તમે આ રીતે લાઈવ કંઈક તમારા પોતાના બાળકો પેદા કરીને બતાવો!

Read Full Post »

%d bloggers like this: