Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Social work’

વૉન્ટેડ ઓલરાઉન્ડર એમ્પલોઈઝ મોંઘવારીએ માઝા મુકી છે, તેમાં ઓછું હોઈ તેમ હવે વરસાદે પણ માઝા મુકી છે. સામાન્ય પ્રજાનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, અને તેમાં નૌકરી શોધતાં બેરોજગારોની મુશ્કેલીઓએ પણ માઝા મુકી છે. અત્યારે દરેક કંપની ને તૈયાર માણસો, સ્કીલ્ડથી ને આત્માવિશ્વાસથી ભરપુર ઉમેદવારો જોઈએ છે અને આપણી શિક્ષણ પધ્ધતિ આજે પણ માત્ર ને માત્ર પુસ્તક લક્ષી અભયાસની છે. પ્રેકટીકલ બનાવે અને સીધું કંપનીનું કામ-કાજ સંભાળે તેવું શિક્ષણ શિખવતી કેટલી શાળા-કોલેજો? માત્ર ડિગ્રીને આધારે મળતી નૌકરીઓના જમાના હવે ગયા. કોઈક જ કંપની કે સંસ્થાઓ રિક્રુન્ટ્મેન્ટમાં ફ્રેસરને માટે ચાન્સ આપે છે. આજકાલ દરેક જોબની એડમાં experience be must, Also apply freshers…લખેલું હોઈ પરંતુ આપણે જાણીએ છીએ કે તેમાં પણ પસંદગીતો અનુભવીની જ થવાની. જયાં તમે તેને એક તક જ નહીં આપો ત્યાં તે બિચારાનો અનુભવ નીલ જ રહેવાનો. આજનાં આ સ્પર્ધાત્મક યુગમાં નૌકરી મળ્યાં પછી પણ તેને ટકાવી રાખવી તે પણ એક માસ્ટર ડીગ્રીથી કમ વાત નથી. આજે દરેક ક્ષેત્રે ઑલરાઉન્ડરની ખપત છે. માટે નૌકરી મળ્યાં પછી પણ તેને ટકાવી રાખવા માટે સતત નવી ટેકનોલૉજી અને નવી કામ કરવાની દરેક ERP કે તમારી આવડતમાં સ્કીલ્ડનો સતત વધારો કે ઉપડેટ્શન કરતાં રહેવો પડે. કંપનીમાં કોઈ – કોઈને શિખવતું નથી. જાતે તૈયાર થવું પડે, અને તમને એક વિભાગમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં નાંખે તો તેના પણ માશ્ટર હોવ તે રીતે કામ કરવું પડે. નૌકરીના ક્ષેત્રમાં જે વ્યકિત MBA કર્યા વગર પણ ‘મને બધું જ આવડે’ ના મંત્રમાં પારંગત છે, તેને પ્રમૉશન, ઈન્ક્રીમેન્ટ અને સન્માન આ બધું જ મળે છે. બાકી…ઠેરના ઠેર!! આ લેખને વધુ વાંચવા “યુવારોજગાર” ઈ-પેપર જુઓ. ઈ-પેપર ડાઉનાલોડ કરવાં અહીં કલિક કરો….. Yuvarojagar-Edition-1-Aug-2014(1)

Read Full Post »

hindu-marriage

 

મિત્રો, લગ્નની સિઝન પુર બહાર ખીલી છે, અને તમે લોકો પણ તમારા સગાં – સબંધી કે ખુદના લગ્નમાં વ્યસ્ત હશો ત્યારે સમાજના એક સદસ્ય હોવાનાં ભાગ રૂપે કંઈક થોડું ઘણું આપણાં તરફથી યોગદાન દઈએ….અને મને વિશ્વાસ છે કે આટલુ તો તમે ચૌક્ક્સપણે કરી જ શકો…અને બીજા માટે પણ પ્રેરણદાયી બની શકો છો.

 

   – હમણાં જ અખબારમાં વાચ્યું કે ૧૩૬ વરઘોડીયાએ સ્વેચ્છાએ વરઘોડો કાઢવાનું મોકુફ રાખ્યું, આ મારા યુવા મિત્રોને સૌ પ્રથમ તો મારા સો- સો સલામ તેમને…. આવા ક્રાંતીકારી નિર્ણયો તો આજની યુવા પેઢી જ લઈ શકે છે, તેમાં કોઈ શક નથી, કેમકે વર્ષોથી રૂઢિ અને રિવાજના નામે ખોટાં ખર્ચા અને દેવા કરીને પણ ખાલી બીજાને બતાવી દેવાની હોડમાં આ પૈસાનુ પાણી કરતા રિવાજો બંધ કરવા જ જોઈએ અને તેના માટે પહેલ પણ કરવી પડે….આ રૂઢિઓને તોડવાની પહેલ કરનાર જ ખરેખર સાચો યુવા છે. તેના આ એક નિર્ણયથી પૈસો, (ફટાકડાં કે દારૂખાનું ફોડવાથી થતાં) આવાજનું પ્રદૂષણ, સમયનો બગાડ અને ટ્રાફિક જામની સર્જાતી હાડમારીથી બચાવી લીધા તો સો – સો સલામના હકદાર તો ખરા જ ને?!! તમે પણ ધારો તો આ કરી શકો છો. અને તેથી તમે અમને અને સમાજને ખરેખર ઉપયોગી બનશો. – લગ્નમાં થતા દેખા-દેખીનાં ખર્ચાઓથી દૂર રહો, અને ઘરમાં પણ અન્ય સભ્યોને સમજાવો અને સાદગીથી લગ્ન કરો. – સમુહલગ્નના હિમાયતી બનો અને સમુહલગ્નનું આયોજન કરો, તેનાથી સમય અને પૈસાનો બચાવ થાય જ છે, સાથે સાથે સમાનતા જળવાય છે અને તમારા સગાં સંબંધીઓને અલગ અલગ લગ્નમાં અલગ અલગ તારીખે ધંધા-નૌકરી ની રજા લેવી પડતી નથી કે નથી અલગ અલગ જગ્યાએ હાજરી આપવી પડતી. એકજ તારીખે, એક જ રજામાં, એક જ જગ્યાએ તે વ્યકિતી પોતાના બધા સંબંધીના લગ્ન એટેન્ડ કરી શકે છે, હાજરી આપી શકે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે ગરીબ હોય કે અમીર, એક સમાન ખર્ચામાં એક જ મંડપ નીચે પરણી શકે છે. સમાજમાં એકતા વધે છે. – જમણવારમાં જમવાનો બગાડ કરશો નહીં અને જમવાનું વધે તેને નાંખી દેવાને બદલે ગરીબ અને જરૂરિયાત લોકોને આપો. કોઈકના મોં સુધી અન્નનો કોળિયો પહોંચે તેવું કરો..ઘણી સંસ્થાઓ આવું વદ્દ્યું ધટ્યું અન્ન લગ્ન સમારંભોમાંથી એઅકઠું કરીને ઝુંપડપટ્ટી જેવા વિસ્તારો માં પહોંચાડવાનું કાર્ય કરે છે તમે પણ તેમ કરી શકો છો. – કન્યા પક્ષ તરફથી મળતી ભેટ સોંગાદોથી દુર રહો. આ એક દહેજ જ છે…. એક યુવાના નાતે તમે આટલું તો કરી શકો જ છો…વૉટીંગ કરવામાં તમે રંગ રાખ્યો જ છે, આમાં પણ રાખશો…કુર્યાતે સદા મંગલમ…અસ્તુ.

તમારો આત્મા કહે છે કે તમારા કુંટુબ અને સમાજ માટે કંઈક કરવું જોઈએ તો, કરો કલિક અને વાંચો આ બે લેખો ;- https://pravinshrimali.wordpress.com/2009/04/07/જાગો-યુવા-જાગો-પગથિયું-૧

https://pravinshrimali.wordpress.com/2009/04/29/જાગો-યુવા-જાગો-પગથિયું-2

Read Full Post »

         ભાગ-૨ ; મોબાઈલ,સોશિયલ નેટ અને મિડીયા ની ક્રાંતિ – ઉત્ત્ક્રાંતિ ની શું ૨૦૧૪ની ચૂંટણી પર પડશે અસર?                        

   Mobile Mobile1

આ લખાય રહ્યું છે ત્યારે ઈ.સ. ૨૦૧૪ના નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાય રહી છે અને ભારતમાં પણ દિલ્હીના રાજયના તખ્ત પર એક નવી જ પા પા પગલી ભરતી પાર્ટી ઉભરીને આવી અને તેના તખ્ત પર આમ આદમી પહેલી વાર બિરાજમાન થાય તે ૨૦૧૪ની નવી દિલ્હીના શાસન સમયમાં ક્રાંતિકારી પગલાંનું આગમન જ કહેવાય. તો હવે પછીની ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પણ કંઈક ક્રાંતિકારી બદલાવ આવે તો કંઈ નવાઈ નહીં. અને તેમાં આજની જે નવી આધુનિક ટેકનોલોજી છે, તેનો પ્રચાર અને પ્રસાર કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવશે – તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમાં પણ સોશિયલ નેટવર્ક તો લાગે છે કે કમાલ કરશે.

                           સોશિયલ મિડીયામાં રહેવા માટે આજકાલ અંગુઠા છાપ નેતા પણ facebook પર એકાઉન્ટ ધરાવતા થઈ ગયા છે, એટલું જ નહીં પરંતુ  પોતાના પેજ અને વેબ આકર્ષક બનાવવા માટે સ્પેશ્યલ વેબ ડિઝાઈનર કે સોફટેવેર નિષ્ણાંતની ભરતી કરીને પોતાને ત્યાં નૌકરીએ રાખતાં થયા છે, અરે ભાઈ ભાષણની સ્ક્રીપ્ટ તૈયાર કરવા માટે સ્પેશ્યલ પીએ કે સેક્રેટરી જોઈએ તો પોતાના વેબ પેઈઝ કે સાઈટ ડેવલોપ કરવા સૉફ્ટવેર ઈન્જીનીયરતો રખનાં બનતાં હૈ!!

                    હવે તેમાં ટચ સ્ક્રીન અને સ્માર્ટ મોબાઈલ અને આઈ ફોન તથા ટેબલેટે સોશિયલ નેટને હાથવગું બનાવતા, ઓફિસ, ઘર કે સમારોહમાં પણ તમે સદા ઓનલાઈન રહીને સોશિયલ નેટના મિત્રો અને નવા-નવા અપડેટ માણતા રહો છો, ઈવન મુશાફરી દરમિયાન તો સૌથી વધુ ઉપયોગ તેનો જ થાય ત્યારે સામાન્ય વાત છે કે Mobile appએ  2014 Electionમાં મહત્ત્વનો ભાગ ભજવશે.

Read Full Post »

        મોબાઈલ,સોશિયલ નેટ અને મિડીયા ની ક્રાંતિ – ઉત્ત્ક્રાંતિ ની શું ૨૦૧૪ની ચૂંટણી પર પડશે અસર?

સૌ પ્રથમ તો મોબાઈલની વાત કરીએ તો ભારતમાં ફોન કોમિયુનિશેન માં જો કોઈ કંપની પરિવર્તન લાવી ને ક્રાંતિ સર્જી હોય તો તેનો શ્રેય રિલાયન્સને આપી શકાય. રિલાયન્સએ “કર લો દુનિયા મુઠીમેં ” ના પ્લાન દ્વારા ખરેખર મોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી. સૌ પ્રથમ વાર મોબાઈલ હેન્ડસેટ(નાનક્ડા સફેદ હેન્ડસેટ, તેમાં સૌ પ્રથમવાર સોશિયલ નેટ સાથેની ‘R’ worldની સુવિધા હતી) સાથે સસ્તા દરે અને ઈનકમિંગ કૉલ મફતના પોતાનો પોસ્ટપેઈડ ટૉકીંગ પ્લાન વેચીને આખા ભારતમાં, સામાન્ય લોકોને પણ હાથમાં મોબાઈલ થમાવી દીધા…અને તેમાં તે સફળ પણ રહ્યાં (પાછળથી ઘણાં લોકોએ ત્રણ ત્રણ મહિના સુધી વાપર્યા અને ત્રણ મહિનાનું બિલ ભેગું થતા…બિલ ભરવામાં ગલ્લાં-તલ્લાં કર્યાં!…અને કેટલાંકના તો કંઈક અંશે બિલ પણ માફ કર્યા…) ત્યાર બાદ અન્ય કંપનીઓ તેની સ્પર્ધાની હોડમાં ઊતરી, અને ત્યાર પછી મોબાઈલ હેન્ડસેટ અને આઉટગૉઈન્ગ કૉલ સસ્તા અને ઈનકમિંગ મફત થયાં….આ છે કોમ્યુંનિકેશન્સ ક્ષેત્રની ક્રાંતિ.

             પ્રિન્ટ મિડીયાની વાત કરીએ તો દૈનિક “જાગરણ” એ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી વિશાળ વાચકવર્ગ ધરાવતું અખબાર છે. અને તે આપણાં માટે ગૌરવની વાત છે. પરંતુ અનેક રાજયોમાં વાચકોના રસ, વૈવિદ્દ્ય વિષય અને રૂચિઓનો સર્વે કરીને, વાચકોની મરજી મુજબનું વાંચનનો અઠવાડિયાના આઠે દિવસે વૈવિદ્દયસભર રંગીન પુર્તિઓમાં રસથાળ આપીને તથા બ્લેક એન્ડ વ્હાઈટ અખબારની કિંમત કરતાં સસ્તું અને રંગીન અખબાર- હિન્દીમાં “દૈનિક ભાસ્કર” અને ગુજરાતીમાં “દિવ્ય ભાસ્કર” એ આપીને પ્રિન્ટ મિડીયામાં ક્રાંતિની પહેલ કરી. અને એટલું જ નહીં,પરંતુ મોબાઈલમાં ઈ-પેપરના Apps વર્ઝન આપીને અખબારને મોબાઈલ પર વંચાતુ કરી દીધું. હાલમાં તો દરેક અખબાર પોતાના ઈ-પેપર અને વેબ વર્ઝન તૈયાર કરે છે, તેમાં “ગુજરાત સમાચાર” અપવાદ છે (કેમકે તેનું ઈ-પેપર માત્ર વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટેનું અલગ છે..તેમાં અમદાવાદ કે ગુજરાતની કોઈ જીલ્લાની આવ્રત્તિ ઈ-પેપરમાં નથી. તે ઈચ્છે છે કે લોકો તેને કાગળ પર જ વાંચે) પરંતુ એકવાત છે કે “દિવ્ય ભાસ્કર”ના પગલે આપણને સસ્તા દરે રંગીન અખબાર અને વાચનના વૈવિદ્દ્યથી ભરપુર સાતે દિવસ પુર્તિઓનો ખજાનો દરેક અખબાર પાસેથી મળવો શરૂ થયો…આભાર “ભાસ્કર ગ્ર્પ”ને….
             ઈલેકટ્રોનિક મિડીયાની વાત કરીએ તો પહેલાં આપણે માટે તાજાસમાચાર અને ક્રિકેટની લાઈવ કૉમેન્ટરી સાંભળવા માટે એક જ હાથવગું સાધન- અને તે રેડીયો!!..અને બીજુ જોવા માટે આપણું દૂરદર્શન!!! પરંતુ વિદેશી બહારની ચેનલો ના દેખા દેખી ઍન્ટીનાઓ ગયા અને કેબલ નેટવર્ક દાખલ થયું અને જામી ખાનગી ચેનલોની સ્પર્ધા…સરવાળે લાભ દર્શકોનો…તેમાં સમાચાર ક્ષેત્રે “આજતક” અને “ઝી ન્યુઝ” ૨૪કલાકની સમાચાર સેવા ચાલુ કરી…અને પછી તે ક્રાંતિ જ નહીં ઉત્ત્ક્રાંતિ કહો…સમાચાર ચેનલો ની લાઈન લાગી ગઈ!!!….ખાનગી ચેનલોમાં ન્યુઝ સિવાય, સિરીયલોએ પ્રાઈમ ટાઈમ રાત્રે ૯.૦૦વાગ્યા પછીનું સ્થાન ઘરોમાં જમાવી દીધું, અને પછી રિયાલીટી શોએ જમાવટ કરી દીધી. ટીવીના કહેવાતા ઈડીયટબોક્ષના આ રિયાલીટી શોએ એવી જમાવટ કરી કે ટેલીવુડના એન્કરો સ્ટાર બની ગયા અને બોલીવુડના સ્ટારોએ તેમનો સહારો પોતાની ફિલ્મો ને થિયટરોમાં પ્રદર્શિત કરતાં પહેલાં પ્રોમો અને પ્રસિદ્ધી માટે સહારો લેવો પડે છે. તો આપણે આજે કાન પકડીને કહેવું પડે કે નેતા હોય કે અભિનેતા, પ્રસિદ્ધી માટે આ ઈડિયટબોક્ષનો જ સહારો આજકાલ લેવો જ પડે….એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ટીવી એક ક્રાંતિ આણવા માટેનું ખુબજ સબળ માદયમ અને સાધન છે.

                                     પરંતુ ઈલેકટ્રૉનિકસ માદયમની ક્રાંતિ આટલેથી અટકતી નથી, આ ટીવીને અને મિડીયાને દરેકની મુઠીમાં કરવાનું સ્થાન ટચ સ્ક્રીન મોબાઈલે અને app aplicationએ કર્યું. મોબાઈલ હોય અને ઈન્ટરનેટ કનેકટ ન હોય તેવા હેન્ડસેટ કયાંક જ જોવા મળે. ઈ-મેલ સેવા સામાન્ય થઈ ગઈ છે. તેમાં હાલ પણ બે વેબ કંપનીઓનો ઇમેલ અને સર્ચ સેવામાં એકો ચાલુ જ છે., તે છે -google અને yahoo. તેમાં પણ google એ orcut જેવી સોશિયલ નેટવર્ક ચાલુ કરી અને સૌથી વધુ વપરાતી સોશિયલ સેવા ગણાતી આ સેવા નો ખુબ જ પુરજોરમાં વપરાશ કર્તાઓનો કાફલો વધતો ગયો, અને ખુબ જ પ્રસિદધ થઈ, તેના સામે facebook એ અને twitterએ તો પર્દાપણ કરીને તો સોશિયલ નેટવર્કની તાશીર જ બદલી નાંખી. આજે અભણ વ્યકિતીના મોબાઈલ હેન્ડસેટમાં અને જીભ પર પણ facebook નું નામ સહજ રીતે રમતું થઈ ગયું છે. આજે facebook સિવાય ઘણી સોશિયલ સાઈટો ઠેરઠેર બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળી, પરંતુ સૌથી પ્રખ્યાત જો કોઈ સોશિયલ નેટવર્ક સાઈટો હોય તો આ બે જ સાઈટો હાલમાં લલનટોપ છે. બાકી સોશિયલ નેટવર્કમાં બ્લોગોએ તો ક્રાંતિ કરી દિધી. ફ્રી બ્લોગ બનાવવો તે સામાન્ય થઈ ગયું  છ (તેમાં wordpress અને Google ફ્રી બ્લોગ બનાવવા માટેનું મુખ્ય પ્લેટફ્રોમ પુરૂ પાડે છે.), પરંતુ વૈચારીક અને સામાજિક ઉત્થાન લાવે તેવા બ્લોગોએ ક્રાંતિ લાવી દીધી….આજકાલ નેતા હોય કે અભિનેતા, બ્લોગ જરૂર લખે છે. બીજી ઘણી સાઈટો અને બ્લોગો લખાતાં હોય, પરંતુ આખર દરેકને પોતાની પ્રસિદધીની લિંકતો facebook અને twitter એકાઉન્ટની જ આપવી પડે છે. નવાઈની વાત તો એ છે કે, અન્ય LinkedIn, Google plus, StumbleUpon, Reddit કે Digg હોય આખર આ બધામાં પણ લિંકતો facebook અને twitter એકાઉન્ટની જ આપવી પડે છે. 

                                                                                                                                (ક્રમશઃ…બીજા ભાગમાં ચર્ચા ચાલુ રહેશે.)

 

   

Read Full Post »

લોકપાલ બિલમાં પ્રજાની પીછેહઠ કે શાસક પક્ષની મનમાની?!!

લોકોના ચાહેતા શ્રી અન્ના હજારે, જ્યારે ફરી એકવાર આ બહેરા શાસન ની સામે સત્યાગ્રહ ના હથિયારને હેઠાં મુકવા પડે ત્યારે એમ લાગે છે કે આ સરકાર તો અંગ્રેજો ને પણ સારા કહેડાવે તેવી છે. આ અન્ના હજારેજીની હાર નહીં, પરંતુ પ્રજાની પીછે હઠ છે.એક અબજ ઉપરની આ ભારત દેશની વસ્તીમાં કોણ નથી ઈચ્છતું કે લોકપાલબિલ પાસ ન થાય?(આપણાં નેતાઓને છોડીને!…અને ભાગ્યવશાત કોઇક!!..)આ નેતાઓ જ ઈછ્તા નથી કે આ લોકપાબિલ નો ખરડો પસાર થાય,તે ચાહે શાસક પક્ષ હોય કે ચાહે વિરોધ પક્ષ! તેઓ બંન્ને ઈછ્તા નથી.લોકપાલબિલ સિવાઈની કોઈપણ બાબત કે વાત હોય તો વિરોદ્ધપક્ષ જરુરથી વિરોદ્ધ કરે છે અને શાસક પક્ષના નાકે દમ લાવી દે છે, તો આ બાબતે કેમ ચુપ છે,મેરી ભી ચુપ – તેરી ભી ચુપ!!

                                        

લોકપાલ બિલની લડત વર્ષોથી ચાલી રહી છે. છતાં તે ખરડો સંસદમાં પસાર નથી થઈ રહ્યો તેનું મુખ્ય કારણ છે કે કોલસાની દલાલીમાં સૌ કોઇ ભ્રાષ્ટાચારીઓના હાથ કાળાં રંગથી ખરડાયેલાં છે. નેતા જ નહીં સૌ કોઈ સરકારી અમલદાર કે અધિકારી કે ઈવન નાનો પટાવાળો પણ આનાથી ખરડાય્ર્લો છે, આપણી સિસ્ટમમાં વણાઈ ગયો છે અને તેને જડમૂળમાંથી કાઢી નાંખવા માટે તેને અંકુશમાં લાવવા માટે કાયદો જરુરી છે. અને આ કારણે જ આ ખરડાને પાસ કરનારા પોતે જ તેની અંદર સપડાઈ જાય તેમ છે. માટે જ આવા લોકો લોકપાલ બિલ ને પાસ કરવામાં રસ લેતાં નથી. 

                           સરકારને તો રસ નથી પરંતુ વિરોદ્ધ પક્ષને પણ આમા પાસ કરાવવા માટે નો કોઇ રસ નથી. (નહીં તો સંસદમાં સામ સામે જૂતાં ફેકનારા અને હંગામો કરનારા આ મામલે કેમ હોબાળો મચાવતાં નથી ? તે સવાલ જ આ વાતની સાક્ષી પુરે છે.) જો તેમના (ધારાસભ્યો અને સાંસદોનાં) પગાર ભથ્થાનો વધારો કરતું બિલ કે ખરડો બિના રોકટોક પસાર થાય છે અને લોકપાલ બિલ માટે પ્રજા ટળવળે છે. અન્ના હજારેની ટીમ અને અડ્ધો અડધ ભારત એકવર્ષથી ભુખ હડતાલ (સત્યાગ્રહ) એકવર્ષથી કરે તો પણ સરકારનું કે વિરોધપક્ષનું – તેમના પેટનું પાણી પણ ન ડગે તો આનાથી મોટી આ લોકશાહીમાં શરમની વાત કંઈ હોઈ શકે? !! (શાસક પક્ષનાં કેટલાક નેતા તો જાહેરમાં મિડીયા સામે તેમ પણ કહ્યું કે “અન્ના હજારે સિવાય તેમની ટીમમાં બીજું કોઈ ભૂખે રહી શકે તેમ નથી!!.. એટલે શું તમારો ઈરાદો ભુખે મારી ને નાટક કરવાનો છે?!!શેઈમ.કેટલી શરમજનક વાત છે કે શું બોલનાર ને પોતાને ખબર નથી કે જેની સાથે આટલું મોટું પ્રબળ જન સમર્થન છે, જેની સાથે લાખો લોકો પોતાનો કિંમતી સમય અને નૌકરી ધંધો છોડી ને  જંતર મંતર પહોંચનારી પબિલક નો જુવાળ શું આ લોકો ને નાટક લાગે છે?! શું આ લોકોના આંખ અને કાન ખોલવામાં શું અસમર્થ છે?!!

                          બીજી મહત્ત્વની વાત એ છે કે શ્રી અન્ના હજારેની ટીમની સાથે સાથે એક જ મંચ પર શ્રી બાબા રામદેવની ટીમ કે અન્ય સંગઠનો એક જ સમયે એક જ મંચ પર સાથે જ કેમ સત્યાગ્રહની લડત આદરતાં નથી?!
  -આ એકજુથ થઈને નહીં લડવાની  નબળાઈનો ફાયદો જ સરકાર અને નેતાઓ ઊઠાવે છે. બાકી તાકત નથી કે લોકપાલ બિલ ને પસાર થતું કોઈ રોકે !!

                               હવે જયારે અન્ના હજારજીએ ખુબ જ સમજી વિચારીને નિર્ણય કર્યો  છે, કે ચૂંટણી લડીને સંસદ માં જવાનો તો તે એક સારી તક આપ સૌ માટે ની કે એક સારી આપણી ખુદની ભ્રાષ્ટાચાર મુકત સરકાર આપણને આ નવી ચુંટણી દરમીયાન આપણને મળે અને આ આખો ભ્રષ્ટાચારી તખ્તો પલટી જાય અને સાચા અર્થમાં પ્રજા દ્વારા ખુદની લોકોની સરકાર એટલે કે લોકશાહી મળે તે હવે આપણાં – મારા તમારા હાથમાં છે. આ પ્રજા ઉત્તરપ્રદેશની ચુંટણીમાં તેનો જુસ્સો બતાવી દીધો  છે, અને તેમના ગઢ ગણાતાં મતવિસ્તારોમાં તેમના ગઢ પ્રજાએજ તોડીને તેમના અહંકારને સિકસ્ત આપી છે અને છતાં આંખો નહીં ખોલનાર આ સરકારની આંખો મતદાન વખતે હવે પ્રજાએ ખોલવી જ રહી.

Read Full Post »

KSRTC Recruitment 2011 – Online Application for 1200 Drivers Cum Conductors Posts KSRTC Recruitment 2011 – Online Application for 1200 Drivers Cum Conductors Posts: Karnataka State Road Transport Corporation – KSRTC has calling online applications from eligible and qualified candidates for the recruitment of Drivers (Backlog) and Driver-cum-Conductors (Grade-3) vacancies at NWKRTC Units at Hubli, Belgaum, Bagalkot, Haveri, Gadag, Uttara Kannada, Sirsi, Chikkodi through Direct Recruitment. Those who are eligible candidates have to apply through online on or before 27-08-2011, until 5.30 PM. The information about age limit, educational qualification, how to apply and other information of KSRTC Recruitment is mentioned below… KSRTC Recruitment vacancy details: Total no. of posts: 1200 vacancies Name of the posts: Drivers-cum-conductors: 1200 vacancies Pay scale: Rs 5660-90-5840-130-6620-170-7470-220-7910-280-8750-340-9430/- Age limit: The candidate’s age limit is minimum 24 years and maximum 35 years (38 years for OBC, 40 years for SC/ST/Cat-1). Educational qualification: Candidates pass in SSLC, Valid Heavy Vehicle Driving License (Should have registered before 2 years) Valid Passenger Vehicle License and Karnataka PSV Badge Valid Conductor License and Karnataka Badge. Application fee: Candidates pay the fee for Rs 300/- for general candidates and Rs 150/- for SC/ST/Cat-1/Ex-S Candidates), payable at Corporation bank. Selection procedure: The mode of selection is Original Document Verification / Physical Fitness Test / Driving Test basis. How to apply: The eligible candidates have to apply through online from the KSRTC website on or before 27-08-2011. The candidates follow the instructions at the time of online apply. Closing date for online submission: 27-08-2011, until 5.30 PM. For more information about age limit, educational qualification, pay scale, how to apply, selection process, no. of posts, experience, application fee, closing date for online submission and other information of KSRTC is available at following link… KSRTC Recruitment 2011 Advt Details Click here for Fee Payment Challan Click here for Online Application Format Click here for Instructions of Online Apply Click here for Re-print Application & Challan

Read Full Post »

This slideshow requires JavaScript.

મારા વ્હાલા યુવા મિત્રો,
તમારા તરફ થી “યુવારોજગાર” ને ખુબ જ વ્હાલ મળી રહ્યો છે.ઘણાં બધા મિત્રો ના ફોન અને લખ્લૂંટ ઈમેલ આવ્યા કરે છે. પરંતુ સમય ના અભાવે હું નવી પોસ્ટ મૂકી નથી શકતો તેમજ તમને નેટ પર મળી શક્તો નથી તે બદલ દિલગીર છું…કેમેક, અમે સ્કૂલ બનાવવાના નવા સામાજીક કાર્યને પૂરુ કરવામાં પડયા છે. આ ભારત ની પ્રથમ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ હશે કે જેમા એકપણ પૈસાની ફી આપ્યા વગર બાળક ભણી શકે…કચ્છ માં આર્થિક રીતે પછાત વિધાર્થીઓ ને અંગ્રેજીમાં ભણાવવા માટેનૂં અમે બીડું ઝડ્પ્યું છે અને તેમાં તમારો સાથ અને સહકાર જેવો મળીયો છે તેવો જ અમો ને મળતો રહેશે તેવી હું આશા રાખું છું…
પરંતુ હવે આપણે નેટ પર દર સાપ્તાહે મળીશું, દર સાપ્તાહે “યુવારોજગાર” નિયમીત રીતે પ્રગટ થશે અને આ રોજગાર અને સમાજલક્ષી અને ઉચ્ચ વિચારલક્ષી ન્યુઝપેપરની PDF ફાઈલ તમને તમારા ઈ-મેલ પર નિયમીત મળી જશે.આ માટે તમારા ઈ-મેલ આઈદી મોકલી આપો. “યુવારોજગાર” ના દળદાર અંક માં તમારી સ્ટાફ માટે ની ભરતી ની જાહેરાત કે ધંધા-રોજગાર ની જાહેરાત મને ઝડપથી મોકલો. તે માટે વાંચવા માટે અહી કલિક કરોઃ

મારા વ્હાલા નૌકરીવાંચ્છું ઉમેદવારો તમે જે-તે પોસ્ટ ની કોમેન્ટ ની અંદર તમારા બાયોડેટા પ્લીઝ પેસ્ટ ન કરો, પરંતુ તે મને આ મારા ઈ-મેલ આઈડી પર મોકલી આપોઃ yuarojagar@in.com

આ અંક માટે ના તમારા લેખ કે જે યુવાનો ને પ્રેરણા અને ઉચ્ચવિચાર આપી શકે તેવા હોય તો અમને મોકલો. લેખ અને જાહેરાત મારા ઈમેલ પર મોકલો premshrimali47@gmail.com

ઘણા મિત્રો યુવારોજગાર ના વાર્ષિક લવાજમ વિશે વારંવાર પૂછતાં હોય છે તે બાબતે જણાવવાનું કે “યુવારોજગાર” નું વાર્ષિક લવાજમ રુ ૨૦૦/- છે. તેમાં સૌ પ્રથમ તમને અમે પિડીએફ ફાઈલ દ્વારા તમાર ઇમેલ પર અંક મોકલીશું. આ લવાજમ ની સ્કીમ ફકત પંદર દિવસ માટે જ છે ત્યારબાદ લવાજમ રુ.૩૦૦/- થઈ જશે. તેથી તે માટે નો ચેક કે ડીડી મને ઝડપ મોકલી આપો.ચેક કે ડીડી Editor-yuvarojagar ના નામે મોકલશો.આ માટેની વધુ માહિતી માટે તમે મને SMS or e-mail કરો કે ફોન કરો…ચેક કે ડીડી નીચેના સરનામું હું તમને મોકલી આપીશ.
ઘણા મિત્રો યુવારોજગાર ના વાર્ષિક લવાજમ વિશે વારંવાર પૂછતાં હોય છે તે બાબતે જણાવવાનું કે યુવારોજગાર” નું વાર્ષિક લવાજમ રુ ૨૦૦/- છે. તેમાં સૌ પ્રથમ તમને અમે પિડીએફ ફાઈલ દ્વારા તમાર ઇમેલ પર અંક મોકલીશું. આ લવાજમ ની સ્કીમ ફકત પંદર દિવસ માટે જ છે ત્યારબાદ લવાજમ રુ.૩૦૦/- થઈ જશે. તેથી તે માટે નો ચેક કે ડીડી મને ઝડપ મોકલી આપો.ચેક કે ડીડી Editor-yuvarojagar ના નામે મોકલશો.આ માટેની વધુ માહિતી માટે તમે મને SMS or e-mail કરો કે ફોન કરો…ચેક કે ડીડી નીચેના સરનામું હું તમને મોકલી આપીશ.

હું આશા રાખુંછું જેવો સાથ અને સહકાર મળ્યો છે તેવો મળ્તો રહેશે…એકવાતની નોંધ લેશો કે  “યુવારોજગાર” ના વેબ બ્લોગ પર અમૂક જ જાહેરાતો મૂકી શકાય છે, જ્યારે અંક માં તમને નૌકરીથી લઈને અભ્યાસ, કેરિયર, એડમિશન, કોલેજ કોર્નર, ચર્હઅ, યુવામંચ, વિગેરેનો વિશાળ ખજાનો મળશે.

મારે તમારા જેવા યુવા મિત્રો ની મારા”યુવારોજગાર” માટે ખુબ જ જરુર છે, શું તમે તેમાં જોડાવા ઈચ્છતા હોય અને તમારા ઍરિયામાં રહી ને જ જો સાહિત્ય, રોજગાર, શિક્ષણ, અને સમાજ કાર્ય જેવી પ્રવ્રુત્તિ કરવા ઇચ્છતા હોય તો પ્લીઝ મને રિપ્લે આપો અથવા કોલ કરો….મને ફ્રી કોલ કે SMS  કરવા માટે અહીં કલિક કરો યુવારોજગાર”

મારે તમારા જેવા યુવા મિત્રો ની મારા”યુવારોજગાર” માટે ખુબ જ જરુર છે, શું તમે તેમાં જોડાવા ઈચ્છતા હોય અને તમારા ઍરિયામાં રહી ને જ જો સાહિત્ય, રોજગાર, શિક્ષણ, અને સમાજ કાર્ય જેવી પ્રવ્રુત્તિ કરવા ઇચ્છતા હોય તો પ્લીઝ મને રિપ્લે આપો અથવા ફ્રી કોલ કે SMS  કરવા માટે અહીં કલિક કરો યુવારોજગાર”


Read Full Post »

Hi! Dear All,

This New Year, may you be blessed with good fortune as long as Ganeshji’s trunk, wealth and prosperity as big as his stomach, happiness as sweet as his ladoos and may your trouble be as small as his mouse. Happy  & Prosperous New Year !

With Regards,

PRAVIN K.SHRIMALI

અમારા વહાલાં વાચકો તથા મારા સાહિત્યકાર મિત્રો તથા યુવારોજગાર ના તમામ શુભેચ્છકો મે “યુવારોજગાર” તરફથી નવા વર્ષની ખોબલે – ખોબલે હાર્દિક શુભકામના તથા નવા વર્ષની શુભે્ચ્છા

-પ્રવિણ કે.શ્રીમાળી

તથા
“યુવારોજગાર” પરિવાર

Read Full Post »

The Technical manpower requirement for our mundra plant. We require local candidates for our project.

Details are as follows

Electrical Technicians : 04

Competence Essential Desirable
Education 10th Pass + ITI / NCVT  (Electrical) 10+2 + Diploma in Electrical Engineering
Work Experience 8-10 years in electrical maintenance in

the chemical industry

6-8 years in electrical maintenance

and trouble shooting in the chemical

industry

Knowledge Basic electrical knowledge, Industrial safety knowledge Knowledge of ERP system, Knowledge of circuit boards, processors, chips, electronic equipments and computer hardware and software
Skills Communication (written & verbal), Planning, Learning skills, Troubleshooting, Active listening, Problem Solving, Decision Making Critical Thinking, Problem Sensitivity, Monitoring


Instrumentation Technicians;04 Nos

Competence Essential Desirable
Education 10th Pass + ITI / NCVT (Instrumentation) B.Sc (Physics) + NCTVT (Instrumentation)
Work Experience 7-8 years in the Instruments

department in the chemical/

petrochemical industry

5-6 years in the Instruments

department in the chemical/

petrochemical industry

Knowledge Thorough knowledge of the workings of instruments, Basic computer software knowledge, Industrial safety Basic knowledge of electrical fittings and equipments, Knowledge of applying principles, techniques, procedures, and equipment to the design and production of various goods and services.
Skills Problem Solving, Active listening, Speaking, Writing, Pressure tolerance, Resourcefulness Learning skills, Coordinating skills, Problem Sensitivity, Monitoring


Fitter : 04 Nos.

Competence Essential
Education 10th Pass + ITI / NCVT
Work Experience 8-10 years of machine maintenance

experience in the chemical /

petrochemical  industry

Knowledge Knowledge of machines and tools, including their designs, uses, repair, and maintenance.
Skills Communication (written & verbal), Planning, Learning skills, Troubleshooting

Please give your terms and conditions and send us the CV’s accordingly

Please send urgently yours update CV on this E-mail ID:  yuvarojagar@in.com

 


Read Full Post »

શું તમે આ સરકારી જાહેરાતોાં અરજી કરી ? શું તમારે આગળ ભણવા માટે શિષ્યવૃત્તિની જરુર છે?Govt. Job – Railway & Bank JOB

(1) અમદાવાદ રેલ્વે રિક્રેુટમેન્ટ બોડૅ માં અરજી કરી
લાયકાતઃ ૧૦ ૨ કે આઈ.ટી.આઈ પાસ કોઈપણ ઉમેદવાર અરજી કરી શકે છે.
શું આ ઉપરાંત કોમર્શિયલ કલાર્ક (૩૯૦,) ટ્રાફિક એપ્રેન્ટીસ(૩૮૫), ઇન્કવાયરી કમ રિઝર્વેશન કલાર્ક(૧૪૭), ગુડ્ઝ ગાર્ડ (૧૪૦૨), જુ.એકાઉન્ટસ આસિ કમ ટાઇપિસ્ટ (૧૦૪૫)અને સિ.કલાર્ક કમ ટાઇપિસ્ટની (૨૩૮)જગ્યાઓ ભરવાની છે.

આ માટે અહીં કલિક કરો અને ઓનલાઇન અરજી કરોઃ Apply Online

વઘુ માહિતી માટે ફોન કરોઃ 079-229405

(2)ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કાં.લિ. માં એડમિનિસ્ટ્રેટવિ ઓફિસરની જગ્યા ખાલી છે. તે માટે તા.15/03/2010 પહેલાં મળે તે રીતે અરજી કરવાની છે. નીચે જે લખેલ છે તેને કલિક કરો અને ઓનલાઈન અરજી કરો.

Apply Online

Need The Oriental Insurance Company Administrative Officer Vacancy-165 Nos
Please Click and Apply Online

(3) યુનિયન બેંકમાં જોઈએ છે. ડે. જનરલ મેનેજરની જરુર છે. અરજી કરોઃ Online Apply

Union Bank needful Deputy General Manager (HR & Corporate Communication)
Please Click hear & Online Apply

Read Full Post »

Older Posts »