લોકપાલ બિલમાં પ્રજાની પીછેહઠ કે શાસક પક્ષની મનમાની?!!
લોકોના ચાહેતા શ્રી અન્ના હજારે, જ્યારે ફરી એકવાર આ બહેરા શાસન ની સામે સત્યાગ્રહ ના હથિયારને હેઠાં મુકવા પડે ત્યારે એમ લાગે છે કે આ સરકાર તો અંગ્રેજો ને પણ સારા કહેડાવે તેવી છે. આ અન્ના હજારેજીની હાર નહીં, પરંતુ પ્રજાની પીછે હઠ છે.એક અબજ ઉપરની આ ભારત દેશની વસ્તીમાં કોણ નથી ઈચ્છતું કે લોકપાલબિલ પાસ ન થાય?(આપણાં નેતાઓને છોડીને!…અને ભાગ્યવશાત કોઇક!!..)આ નેતાઓ જ ઈછ્તા નથી કે આ લોકપાબિલ નો ખરડો પસાર થાય,તે ચાહે શાસક પક્ષ હોય કે ચાહે વિરોધ પક્ષ! તેઓ બંન્ને ઈછ્તા નથી.લોકપાલબિલ સિવાઈની કોઈપણ બાબત કે વાત હોય તો વિરોદ્ધપક્ષ જરુરથી વિરોદ્ધ કરે છે અને શાસક પક્ષના નાકે દમ લાવી દે છે, તો આ બાબતે કેમ ચુપ છે,મેરી ભી ચુપ – તેરી ભી ચુપ!!

લોકપાલ બિલની લડત વર્ષોથી ચાલી રહી છે. છતાં તે ખરડો સંસદમાં પસાર નથી થઈ રહ્યો તેનું મુખ્ય કારણ છે કે કોલસાની દલાલીમાં સૌ કોઇ ભ્રાષ્ટાચારીઓના હાથ કાળાં રંગથી ખરડાયેલાં છે. નેતા જ નહીં સૌ કોઈ સરકારી અમલદાર કે અધિકારી કે ઈવન નાનો પટાવાળો પણ આનાથી ખરડાય્ર્લો છે, આપણી સિસ્ટમમાં વણાઈ ગયો છે અને તેને જડમૂળમાંથી કાઢી નાંખવા માટે તેને અંકુશમાં લાવવા માટે કાયદો જરુરી છે. અને આ કારણે જ આ ખરડાને પાસ કરનારા પોતે જ તેની અંદર સપડાઈ જાય તેમ છે. માટે જ આવા લોકો લોકપાલ બિલ ને પાસ કરવામાં રસ લેતાં નથી.
સરકારને તો રસ નથી પરંતુ વિરોદ્ધ પક્ષને પણ આમા પાસ કરાવવા માટે નો કોઇ રસ નથી. (નહીં તો સંસદમાં સામ સામે જૂતાં ફેકનારા અને હંગામો કરનારા આ મામલે કેમ હોબાળો મચાવતાં નથી ? તે સવાલ જ આ વાતની સાક્ષી પુરે છે.) જો તેમના (ધારાસભ્યો અને સાંસદોનાં) પગાર ભથ્થાનો વધારો કરતું બિલ કે ખરડો બિના રોકટોક પસાર થાય છે અને લોકપાલ બિલ માટે પ્રજા ટળવળે છે. અન્ના હજારેની ટીમ અને અડ્ધો અડધ ભારત એકવર્ષથી ભુખ હડતાલ (સત્યાગ્રહ) એકવર્ષથી કરે તો પણ સરકારનું કે વિરોધપક્ષનું – તેમના પેટનું પાણી પણ ન ડગે તો આનાથી મોટી આ લોકશાહીમાં શરમની વાત કંઈ હોઈ શકે? !! (શાસક પક્ષનાં કેટલાક નેતા તો જાહેરમાં મિડીયા સામે તેમ પણ કહ્યું કે “અન્ના હજારે સિવાય તેમની ટીમમાં બીજું કોઈ ભૂખે રહી શકે તેમ નથી!!.. એટલે શું તમારો ઈરાદો ભુખે મારી ને નાટક કરવાનો છે?!!શેઈમ.કેટલી શરમજનક વાત છે કે શું બોલનાર ને પોતાને ખબર નથી કે જેની સાથે આટલું મોટું પ્રબળ જન સમર્થન છે, જેની સાથે લાખો લોકો પોતાનો કિંમતી સમય અને નૌકરી ધંધો છોડી ને જંતર મંતર પહોંચનારી પબિલક નો જુવાળ શું આ લોકો ને નાટક લાગે છે?! શું આ લોકોના આંખ અને કાન ખોલવામાં શું અસમર્થ છે?!!
બીજી મહત્ત્વની વાત એ છે કે શ્રી અન્ના હજારેની ટીમની સાથે સાથે એક જ મંચ પર શ્રી બાબા રામદેવની ટીમ કે અન્ય સંગઠનો એક જ સમયે એક જ મંચ પર સાથે જ કેમ સત્યાગ્રહની લડત આદરતાં નથી?!
-આ એકજુથ થઈને નહીં લડવાની નબળાઈનો ફાયદો જ સરકાર અને નેતાઓ ઊઠાવે છે. બાકી તાકત નથી કે લોકપાલ બિલ ને પસાર થતું કોઈ રોકે !!
હવે જયારે અન્ના હજારજીએ ખુબ જ સમજી વિચારીને નિર્ણય કર્યો છે, કે ચૂંટણી લડીને સંસદ માં જવાનો તો તે એક સારી તક આપ સૌ માટે ની કે એક સારી આપણી ખુદની ભ્રાષ્ટાચાર મુકત સરકાર આપણને આ નવી ચુંટણી દરમીયાન આપણને મળે અને આ આખો ભ્રષ્ટાચારી તખ્તો પલટી જાય અને સાચા અર્થમાં પ્રજા દ્વારા ખુદની લોકોની સરકાર એટલે કે લોકશાહી મળે તે હવે આપણાં – મારા તમારા હાથમાં છે. આ પ્રજા ઉત્તરપ્રદેશની ચુંટણીમાં તેનો જુસ્સો બતાવી દીધો છે, અને તેમના ગઢ ગણાતાં મતવિસ્તારોમાં તેમના ગઢ પ્રજાએજ તોડીને તેમના અહંકારને સિકસ્ત આપી છે અને છતાં આંખો નહીં ખોલનાર આ સરકારની આંખો મતદાન વખતે હવે પ્રજાએ ખોલવી જ રહી.
23.168474
70.155612
Like this:
Like Loading...
Read Full Post »