ન્યુઝ ચેનલો માટે મહત્ત્વના રાષ્ટ્રીય સમાચાર – પ્રજાનો સમય બરબાદ કરવાનો!!
પ્રજા સારી રીતે જાણે છે કે આજકાલ ન્યુઝ ચેનલો જે ચાલે છે તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના લીધે, તેમના બ્રેકીંગ ન્યુઝ ના લીધે ચાલે છે. ન્.મો શું ખાય છે, પીવે છે, શું બોલે છે, શું પહેરે ઓઢે છે, કંઈ જગ્યા મીટીગ છે…વિગેરે વિગેરે.
ગરીબી, સામાજિક કુરુઢિઓ, બેકારી- બેરોજગારી, બાળમજુરી, સ્ત્રી શોષણ – અત્યાચાર, પસ્ચિમ બંગાળ અન આસામના દંગા ફંસાદ, નીચું શિક્ષણ, કોંગ્રેસ સરકાર ના કરોડો રુપિયાના ભ્રાષ્ટાચાર ના કૌંભાડી ઘોંટાળા વિગેરે ન્યુઝ ચેનલો વાળા માટે કોઈ રાષ્ટ્રીય સમસ્યા કહી શકાય તેવા સમાચાર તેમન મત્તે છે જ નહી…
તેમના મત્તે-રાષ્ટ્રીય સમાચાર એટલે …અમેરિકા એ ન્.મો ને વિઝા ન આપ્યા તે રાષ્ટ્રીય સમસ્યા, સલમાન અને શાહરુખના અબોલાં ઈફ્તાર પાર્ટી વખતે તૂટયાં તે તેમનાં માટે રાષ્ટ્રીય સમસ્યા અને બ્રિકિંગ ન્યુઝ!!
સમચાર એવા છે કે કોંગ્રેસી કેટલાંક સાંસદોએ ઓબામાને પત્ર લખ્યો છે કે મોદીને વિઝાના આપતાં (બસ કોંગ્રેસીઓ માટેઆ જ કામ છે, કેમકે તેઓ પ્રજાના કામમાં તેમને રસ નથી તેટલો રસ મોદીની દિનચર્યામાં છે, કેમક પ્રજા માટે- તેમની સમસ્યા માટે અથવા પાકિસ્તાન ના સરહદી અવંળચંડાઈ વિશે તેઓએ કદી ઓબામાને આવો પત્ર લખ્યો નથી અને લો નરેન્દ્ર મોદી ને વિઝા ન મળે તે હેતુથી પત્ર….) અરે, ન્.મો ને કયાં અમેરિકા જવાની જરુર છે, તે ભારતનું એવું નિર્માણ કરશે કે અમેરિકાના લોકોને ભારત આવવાં માટેના વિઝા માટેની પડાપડી કરવી પડે તેવી ક્ષમતા આ “આર્યનમેન”માં રહેલી છે તે એક પક્ષના નેતામાં નથી…
આજકાલ ન્યુઝચેનલના રિપોર્ટરઓ પાસે માત્ર નીચેના સમાચારો જ તેમના સોર્શમાં છે…
૧. તેમના મત્તે-રાષ્ટ્રીય સમાચાર એટલે …અમેરિકા એ ન્.મો ને વિઝા ન આપ્યા તે રાષ્ટ્રીય સમસ્યા (તેનો જવાબ તમે વાંચી ચુક્યાં છો)
૨. ૨૦૦૨માં થયેલ ગોધરાકાંડ( ગુજરાતમાં જ ૧૯૬૯માં કોંગ્રેસ વખતે થયેલ દંગા ફસાદ નું નામ ભુલે ચુકે પણ આ ટીવી ન્યુઝવાળાં કેમ લેતાં નથી?)
૩. ઈશરત જહાં એન્કઊન્ટર
૪. હિમાલય પર થતી ગ્લોબલ વૉર્મીંગ ની અસર.તેના થી પીગળતો બરફ અને દુનિયાનો નાશ
૫. ધોની અને તેનીક્રિકેટ ટીમ
આ ચાર પાંચ મુદાઓ સિવાય કોઈ સમાચાર આ ટીવી ન્યુઝચેનલ પાસે નથી.અને આવા ન્યુઝ જે કોઈ દેખે છે, તે તેમનો કિંમતી સમય વેડફે છે,બીજુ કંઈ નહીં….
Like this:
Like Loading...
Read Full Post »