strong>હાય રે આ મોંઘવારી! અબ તો રામ હી રાખે?..માઝા મુકતી મોઘવારી- જવાબદાર કોણ? -સરકાર કે આપણે?
વહેલી સવારે હું ડેરી પર દૂધની થેલી લેવા માટે ગયો, ત્યાં દુકાન વાળાં અને એક ગરીબ મજૂર વચ્ચે સવારના પહોરમાં રકજક ચાલતી હતી. દૂધની નાની થેલી કે જે હમણાં સુધી પાંચ રૂપિયે મળતી હતી તેમાં હવે બે રૂપિયા વધતાં આ બે રુપિયા મજૂર પાસે નહોતાં તે માંડ પાંચ રૂપિયા રાતના બચાવીને પોતાનાં નાના બાળક માટે દૂધ લાવવાં માટે રાખેલાં તે દૂધ ના બીજી સવારે સીધા સાત રૂપિયા થઈ જતાં, પેલાં ગરીબ મજૂરની હાલત કફોડી થઈ ગઈ, દરરોજ શેર લાવી ને શેર ખાતાં આ મજૂર માટે સવાર સવાર માં બે રૂપિયા લાવવાં દુષ્કર હતાં અને દુકાનવાળો પાંચ રૂપિયામાં થેલી આપવા તૈયાર નહોતો. તેને તે દિવસે તો મેં થેલી અપાવી દીધી, પરંતુ રાતે ન વધે તેટલી દિવસે વધે અને દિવસે નવધે તેટલી રાતે વધતી મોંઘવારી ની આ છે આછેરી ઝલક! આ વાત કહી આપે છે કે સામાન્ય મદયમવર્ગ અને કાળી મજૂરી કરી પેટીયું રળતો ગરીબ મજૂરીયાત વર્ગની તો આ મોંઘવારીએ કમ્મર જ તોડી નાંખી છે.
એક બાજુ મોંઘવારી એ માઝા મૂકી દીધી છે અને બીજી બાજુ નેતાઓ અને અભિનેતાઓ પોતાની રાજકીય ખીચડી પકવવા માટે એકબીજા સાથે વાકઃબાણો સામસામે છોડવાની રમત રમીને પ્રજાનું ધ્યાન મોંઘવારી પરથી ઊઠાવીને બીજી તરફ દોરી લઈ જવાની રમત રમી રહ્યાં છે. બંધારણ ની વિરુદ્ધ ના અને રાષ્ટ્રીય હિતોને સીધા જ છલની કરીને સરેઆમ કાનૂન ભંગ ની ધજીયા ઊડાંવતાં આ પ્રાંત, ભાષા વડે પોતાની ઘરની જાગીર હોય તેમ મારૂ કે અમારૂ અને બીજા માટે નિષેધ(?!)ની જે વાક યુદ્ધ ચલાવીને આ રાજકીય થર્ડ પાર્ટી અન્ય રાજકીય પક્ષ ની સાંઠગાંઠ થી આવું કરીને ભોળી પ્રજાનું ધ્યાન મોઘવારી ના વિવાદનો વંટૉળ ઊભો ન થાય તે માટે તેના પરથી ઊઠાવીને અન્ય વિવાદ ખડો કરીને તે તરફ લઈ જવા માંગે છે. અને અભિનેતા પોતાની આવનાર ફિલ્મ માટે પોતે જ વિવાદ ખડો કરીને તેની રજૂ થનાર ફિલ્મ માટે વધુ દર્શકો થિયેટર સુધી ખેંચી જઈને ફિલ્મને હિટ બનાવવા માંગે છે.બીજુ આમાં કંઈ નથી.
જો મોંઘવારી પર હાલથી જ સરકાર(રાજય અને કેન્દ્ર સરકાર)નો કંટ્રોલ નહીં રહે તો સમાજમાં ઘણી જ અફડા-તફડી મચી જશે જેની કલ્પના કરવી પણ દુષ્કર છે.અને ઘણા ભયંકર પરીણામ તેને લીધે ભોગવવા પડશે. મોંઘવારી તો હંમેશા વધ્તી આવી છે તેમાં કંઈ નવું નથી, પરંતુ માત્ર એકાએક એક બે મહિનામાં ડબલઘણો ભાવ થઈને આસમાને આંબતી મોંઘવારી જરૂર ચિંતા જનક વિષય છે.
મોંઘવારી નીચે સામાન્ય માણસ એક તરફ કચડાઈ રહ્યો છે તો બીજી તરફ જવાબદાર તંત્ર તેની જવાબદારીઓમાંથી છટકવા માંગે છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર એકબીજા પર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે અને કૃષિ પ્રધાન શ્રી તો પોતના હાથ ઊંચા કરી દીધા છે.ફરીયાદ કરવી તો કોણા પાસે?! મુખ્ય જરૂરીયાત વાળી ચીજ વસ્તુ જેવી કે ગુજરાતીઓનું મુખ્ય પીણું ચા માં વપરાતી ખાંડ અને દૂધના ભાવ એકાએક વધવાથી મહેમાન નવાજીનું આ પીણું એટલે કે ચા ની ચૂસ્કી આજે કડવી બની ગઈ છે. તેવી જ રીતે દાળ -ભાત અને ખીચડી ગુજરાતીઓનો મુખ્ય ખોરાક, તેમા પણ ધરખમ ભાવવધારો થતા તેનો કોળીયો સામાન્ય અને ગરીબ માણસના ગળાથી નીચે ગણી ગણી ને ઊતારવો પદે તેવી પરિસ્થિતી હાલમાં તો ઊભી થઈ છે.
આ પરિસ્થિતી માટે જેટલાં આપણાં શાસકો અને વૈપારીઓ છે તેટલાં જ આપણે પણ જવાદાર છીએ. કેમકે,ભારત દેશ ભલે આ કોમ્પ્યુટર યુગમાં આધુનિકતાની હોડમાં પ્રગતિના પંથે આગળ ધપતો દેખાય, પરંતુ હાલમાં પણ ભારતની આર્થિક પરીસ્થિતીનો મુખ્ય આધાર
મુખ્યપ્રદ્યાન શ્રીએ આ વદ્યતી જતી મોંઘવારી અને ફુગાવાને નાથવા માટે દરેક રાજયના મુખ્યમંત્રીઓની મીટીંગ બેાલાવી તે મીટીંગ માં શું પરીણામ આવ્યું તે આપણે સૌ જાણીએ છીએ અને તે જોતા લાગે છે કે આ લેાકેા કેટલા કારગત નીવડશે ?
અસહય ભાવવદ્યાારા માટે જેટલી સરકાર જવાબદાર છે તેટલાં જ આપણે પણ જવાબદાર છીએ. મુખ્યત્ત્વે ભારત ખેતી પ્રદ્યાન દેશ છે અને તેની અર્થિક સ્થિતી ખેતી પર આદ્યારીત છે. ભારતની સૌથી વદ્યુ પ્રજા ગાંંમડાંમાં રહે છે અને તેમનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે અને તેના પર જ આખો પરીવાર નભતો હોય છે. પરંતુ હવે આ ખેતી લાયક જમીનો કે જે ફળદ્વૂપ છે અને બાપદાદાઓથી તેમાં દ્યાન્ય ઉંત્ત્પન્ન કરતાં આવ્યા છીએ તેના પર હવે બિલ્ડરો અને મોટા-ર્મોટાં કોન્ટકટારોનો ડોળો પડતાં આ જમીનો અને ખાસતો રોડ ટાચ જમીનો ના મોં બોલી રકમ આપીને આ જમીનો હડપી લઈને તેના પર મોટી બલ્ડીંગો અને શોંપિંગ સેન્ટરો બનાવતા ખેતીલાયક જમીનો ખેડૂતો ફટાફટ વેચી રહયાં છે. ખેતી લાયક ને બિન ખેતીલાયક બતાવીને તેના એન.એ. એન.ઓ.સી મેળવી લેવામાં આવે છે પરીણામ એ આવ્યું કે વસ્તી વદ્યારો થતો રહયો ખાનારા વદયા પણ તેની સામે ખેતીનું ઉત્ત્પાદન ઘટયું. પરીણામ અનાજ અને કઠોળના ભાવ વદ્યવાના જ ! હવે હાલમાં જ ઘઉંનો પણ ભાવ વદ્યારો તોળાઈ રહ્યો છે કેમકે જે ઘઉંનું ઉત્ત્પાદન ૫૩૦૦૦ હેકટર હતું તે ઘટીને માત્ર ૭૦૦૦ હેકટર થઈ ગયું છે પછી ઘઉં આયાત જ કરવાં પડેનેં ? હાલમાં ખાંડની આયાત કરવાની પારીસ્થિતી આને લીદ્યે અને ખરાબ મૌસમને આભારેેે છે.
સરકાર દ્યારે તો હાલમાં હજુ પણ ભાવવદ્યારા પર અંકુશ લગાવી શકે છે દા.ત. દેશમાં જ જે ખાંડનું ઉત્પાદન થાય છે, તે સામાન્ય રીતે ઘર વપરાશ માટે વેચવામાં આવે અને આયાત કરેલી ખાંડ મોટી મોટી કોકાકોલા, પેપ્સી જેવી ઠંડા પીણાંની બલ્ક કંપનીઓ કે જે વિદેશી છે તેનૅ ડ્યૂટી લગાવી ને આપી શકાય.
ખેડૂતભાઇઓએ તો ખાસ આ બાબત સમજવી જરૂરી છે કે તેઓની જમીન પોતાની મહેનતથી સોનું ઊગાડે તેવી બની શકે છે. વારસામાં મળેલી જમીન માં વળી ભાગલાં પેઢી દર પેઢી પડતાં રહેતાં અને તે રીતે જમીન ના ટૂકડાં થતાં રહેતાં હોવાથી ખેતી ના ઉત્પાદનમાં ખુબ જ અસર પડતી હોય છે. વળી રાતોરાત ધનવાન બનવાની લાલચે બિલ્ડરો અને કોન્ટ્રાકટરરની વાતોમાં આવીને બળદના કાંધા જેવી જમીનો આપી દેતા હેક્ટર દીઠ જમિનના ઉત્પાદન પર ઘણી અસર પડે છે.(વધુ હવે પછીના લેખમાં વાંચો…)
૧૦૦ ટકા સરકાર આપણે શા માટે અને સરકારમાં પણ શરદ પવાર બીજૂ કોઈ નહિ…
LikeLike
દિવસે દિવસે ખેતી ની જમીન ઓછી થતી જાય છે સરકારે ખેતી ની જમીન નો ઉપયોગ માત્ર ખેતી માંજ થાય તેવું પણ વિચારવું પડે તેવી પરિસ્થિતી આવી ને પડી છે. ખેતીની જમીન માં કારખાના બનાવાની મંજુરી કદાપી ના આપવી જોઇએ.અને વસ્તી પણ મોંઘવારી ની જેમ વધતીજ જાય છે એટલે ભવિષ્યમાં આના કરતા પણ વધારે કપરી પરિસ્થિતી આવવાની છે.
LikeLike
શૈલેષભાઈ, હા, એકદમ સાચી વાત કરી તમે, આ દિવસો પણ આપણે જોવામાં જી વાર નહીં લાગે.
LikeLike
hii… hu B.B.A. ni student 6u me mongvari atle ke Dearness par project banvyo 6. ama me black money,cooruption,population,accumlation ne vistar ma batavya che dearness mate gvt j javabdar che avu maru manvu che ane me je survay karyo che tenu taran pan a j nikde che . jo tamare vadhare koi information joiti hoy to mara e mail par contec karjo
LikeLike
બહુ જ વિચારતા કરી દે તેવો લેખ.
LikeLike
ખુબ વ્યથીત કરી દે તેવી વાત મોઘવારીએ માઝા મૂકી અને સ્વાર્થાંધતાએ પણ માનવતાની માઝા મૂકી !!અને વાતો કરે છે ગાદી પર થી ઘર્મધૂરંધરો કે ભારત વિશ્વને જીવતાં શીખવાડશે..ગાંધી તો ભારે હુશીયાર કહી દે ખાવાનૂં ઓછું કરી નાખ્વાનું…..
LikeLike
તમારો લેખ વાઁચ્યા વિના મારા મત પ્રમાણે જવાબદાર તો સરકાર જ કહેવાય પણ જે સરકાર જવાદારી સ્વીકારવાના બદલે બેજવાબદાર રહે , તેને સત્તા સુધી આપણે જ પહોચાડી છે,માટે આપણે પેલા જવાબદાર પછી સરકાર.સરકારમા પણ વડાપ્રધાન પહેલા પછિ ખાતાના પ્રધાન. જો સરકારને ખરેખર ઇચ્છા હોય ને ખાતાના પ્રધાનનુ ખાતુ બદલવાની સત્તા વડપ્રધાન પાસે છે કે નહિ ?
LikeLike
sachi vat.
keep it
……………………………………………
http://zankar09.wordpress.com/
(2) poems:- rankar….
http://shil1410.blogspot.com/
………………………………………………
LikeLike
[…] […]
LikeLike
hu yuva rojgar ma join thva magu chu mane a site bahu j gami
thank you..
LikeLike
bhav vadhara nu mukhya karan sarkar che…aapne samji-vichare ne vote daiye to monghvare no aant aavi sake che………….
LikeLike
yuva rozgaar is a god site i liked it and it developed anew attitude of mine towards pricerise.
LikeLike
Hello, I enjoy reading through your article post.
I wanted to write a little comment to support you.
LikeLike
I always spent my half an hour to read this blog’s articles everyday along with a cup of coffee.
LikeLike
I’m Heriberto and I work as a cpa in Oettingen. Right After I am no longer working I am blogging. I like reading blogs such as this given that we have the same interests. Will likely be back again soon.
LikeLike
sachivat ……
LikeLike
My spouse and I stumbled over here different web page and thought I might as well check things out.
I like what I see so now i am following you. Look forward to exploring
your web page again.
LikeLike
Wow very very nice services for JOB and builfd career
LikeLike
Hi there, thank you for publishing your site.
It was extremely informative and I can tell that you are actually knowledgable about the topics
you blog about. Continue up the good writing!
LikeLike