વ્યકિતત્વ ઘડતર !! પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઈન્ટરવ્યું ટીપ્સ, સુવિચાર, અજબ સવાલ તથા જોબ !!
આજે વિશેષ વાંચન, વિશેષ વિચાર અને મનન !!

(આ ચિત્ર સાભાર “રાધા વિના નો કાન’ ના મને મળેલા ઈ-મેલમાંથી)
તમારા માટે અને જો તમે માતા-પિતા હોય તો તમારા સંતાન માટે આજે કંઈક વિશેષ !!
તો આજે વાંચો,
-પર્સનાલિટિ ડેવલોપ, તમારા વ્યકિતત્વ ને નિખારો તમારા હાથે!…
-ઈન્ટરવ્યું ટીપ્સ ; દેખાવ, વર્તન અને પૂંછાતા સવાલો…
આ વાંચતાં પહેલાં મારો એક સવાલઃ
તમે શું બનવા માંગો છો ?!
-વિચારી ને જવાબ કોમેન્ટમાં લખજો !!
-જવાબ હું બે દિવસ પછી આપીશ!!
– તમારા જવાબ સાથે સરખાવજો મારા જવાબ ને.
વ્યકિતત્વ વિકાસઃ (પર્સનાલિટી ડેવલોપમેન્ટ)
-તમારા વ્યકિતત્વ ને નિખારો તમારા હાથે…
-તમારા વ્યકિતત્વ નો વિકાસ બાહ્ય અને આંતરિક બંને રીતે કરો.
બાહ્યઃ-
- બિઝનેસમાં, ઈન્ટરવ્યુંમાં કે કોઈપણ ઓફિસમાં જાવ..’ફર્સ્ટ ઈમ્પ્રેસન ઇઝ એ લાસ્ટ ઈમ્પ્રેસન ‘ ફર્સ્ટ ઈમ્પ્રેસન વ્યકિતના વેશ, વર્તન અને વાણી-વ્યવહાર પરથી પડે છે.
-જેવી જગ્યા, જેવો પ્રસંગ -તેવો પહેરવેશ હોવો જોઈએ.
-તમારી વાણી પણ જેવી જગ્યા,જેવો પ્રસંગ -તેવી તેને અનુરૂપ હોવી ઘટે.
-બિઝનેસ મીંટીંગ કે ઈન્ટરવ્યુંમાં હંમેશા પૉલીસ કરેલા શૂઝ પહેરો. સ્પોર્ટસ શૂઝ ના પહેરો.
- અગત્યની મીટીંગમાં કે ઈન્ટરવ્યુંમાં ચહેરો ‘કલીન સેવ’ રાખો.
-ઈન્ટરવ્યુંમાં, મીંટીંગમાં કે કોઈ પ્રવચનમાં અથવા કોઈ વ્યકિતને વાયદો કર્યો હોય તો તેને મળવાના સમય કરતાં દસ-પંદર મિનિટ પહેલાં પહોંચી જાવ.
-જયારે પણ કોઈ વ્યકિત ને મળો, હળવા સ્મિત સાથે ઉમળકાભેર હાથ લંબાવી ને હાથ મિલાવો અને બીજા હાથની હથેળીથી દબાવીને છોડો..શેકહેન્ડ માં જ સામે નાં વ્યકિતને ખ્યાલ આવી જશે કે તમારામાં કેટલો આત્મવિશ્વાસ અને હૂંફ છે.
-બેઠા હોય તો હંમેશા ઊભાં થઈને ‘શેકહેન્ડ’ કરો.
આંતરિકઃ-
-સવારે કે સાંજે જયારે પણ સમય મળે ત્યારે દસ-પંદર મિનિટ દરરોજ હળવી કસરત કે યોગ કરો. તેનાથી તમારામાં હંમેશા સ્ફૂર્તિ બની રહેશે.
-સદગુણોમાં વધારો થાય અને આત્મવિશ્વાસ વધારે તેવા હકારાત્મક પુસ્તકો તથા લેખો હંમેશા વાંચો.
-માનવ મૂલ્યોના ઊંચ ધોરણને ચરિતાર્થ કરનારા મહાન વ્યકિતઓનાં ચરિત્રને વાંચો.
-નિષ્ફળતાથી કયારેય નાસીપાસ ના થશો, તેના કારણ ને જાણી તેને સુધારવા નો પ્રયત્ન કરો.
-દિવસ દરમિયાનના કાર્યો નું રાત્રે સુતાં પહેલાં મંથન કરો. અને ભૂલો થઈ હોય તેને સુધારવાનો પ્રયત્ન કરો.
ઈન્ટરવ્યું ટીપ્સઃ-
- ઈન્ટરવ્યું આપવા જતાં પહેલાં તે જે ક્ષેત્રેનું હોય તેના વિશે તથા તે ઓર્ગેનાઈઝ વિશે માહિતી મેળવી લો.
- ચહેરો કલીન સેવ અને શૂઝ પૉલીસ કરેલા રાખો.
-કાબરચિતરાં શર્ટ કે ટી-શર્ટ ન પહેરશો, સિવાય કે મોડેલીંગ ક્ષેત્ર.
-પ્લેન, ચેક્સ કે લાઈનીંગ શર્ટ પહેરો તો વધુ સારું.
-ઈન્ટરવ્યું ના સમય પહેલાં દસ-પંદર મિનિટ વહેલાં પહોંચી જાવ તે રીતે નીકળો.
-ઈન્ટરવ્યું માં જેમ-જેમ તમારો નંબર નજીક આવશે તેમ-તેમ તમને તમારા દિલની ધડકનો તેજ ગતિએ ધડકતી સંભળાય અને ગભરામણ જેવું લાગે તો ચાર-પાંચ વાર ઊંડા-ઊંડા શ્વાસ લો અને મન ને સ્થિર કરો.
-કેવા સવાલો પૂંછાશે તે વિચારી-વિચારી ને મન ને ચગડોળે ન ચડાવો.
(બીજું વધુ આવતી કાલે…)
આજ નું સુવાકયઃ-
તમે તમારી માનની પાત્રતા એટલી બુલંદ બનાવો કે તમારું અપમાન કરનારને પોતાના એ કૃત્ય ને માટે શરમાવું પડે.
આજની શાયરીઃ-
ના મુંહ છુપાકે જીયો ઔર ના સર ઝુકા કે જીયો
ગમોં કા દૌર ભી આયે તો મુશ્કરા કે જીયો…
ઘટા મેં છુપકે સિતારે ફના નહીં હોતે,
અંધેરી રાત કે દિલ મેં દિયે જલા કે જીયો
-સાહિર લુધિયાનવી
નૌકરીઃ-
સરકારી,આઈટી તથા બેંકોની કેટલીક જાહેરાત ની અરજી કરો ઓન લાઈન!!
લીંક નીચે આપેલ છે.
Latest Jobs
Techmahindra Recruits for Developer
State Bank of India – Apply 27th July’09
Wipro Technologies – Apply Freshers
ISRO – Apply Online till 10th Aug’09 check this out
-હા, મેં આપેલ આ માહિતી કામ આવે અને તમે ઓનલાઈન અરજી કરો અને કોઈક જોબમાંથી ઈન્ટરવ્યું કોલ આવે તો “યુવા રોજગાર” ને યાદ કરશોને?!



Pravinbhai.
very nice tips.I liked the suvichar best.
and positive thinking.
Sapana
It is nice & very usefull tips also needed.so every body should use this tips in the which stage u stand & wht can i do,,,,,,,,,so thans for this tips,,,,,,,,,,,,
શ્રી પ્રવિણભાઈ,
સમાજ ઉપયોગી આધુનિક યજ્ઞ જેવો આપનો બ્લોગ છે.
અનુભવના એરણ પર કસાયેલું માર્ગદર્શન સૌને ઉપયોગી
બનશે જ,ધન્યવાદ.
રમેશ પટેલ(આકાશદીપ)
i like yr think ………………nice comments
thanx……….